શોધખોળ કરો

8મું પગાર પંચઃ DA ને લઈને સરકારી કર્મચારીઓની મોટી માંગ, સ્વીકારાશે તો પગાર-પેન્શનમાં થશે જંગી ઉછાળો

8th pay commission news: જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારશે તો લાખો કેન્દ્રીય કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનમાં મોટો ઉછાળો આવશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કર્મચારીઓએ મોંઘવારી ભથ્થું (DA) ને સીધું મૂળ પગારમાં મર્જ કરવાની માંગ કરી.
  • વધતી મોંઘવારીને કારણે DA અલગ રાખવાનો કોઈ અર્થ નથી, એમ સંગઠનો માને છે.
  • DA મૂળ પગારમાં ભળવાથી HRA, પેન્શન, ગ્રેચ્યુઇટી અને PF માં વધારો થશે.
  • હાલમાં DA મોંઘવારીથી બચાવવા અલગથી ચૂકવાય છે, જે બદલવાની માંગ છે.

8th pay commission news: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશમાં 8માં પગાર પંચની રચનાને લઈને હાલમાં ચર્ચાઓ તો ચાલી જ રહી છે, પરંતુ આ બધા વચ્ચે કર્મચારી સંગઠનોએ સરકાર સામે એક એવી મોટી માંગ મૂકી દીધી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. લાખો કેન્દ્રીય કર્મચારીઓ હવે ઈચ્છી રહ્યા છે કે તેમને મળતું મોંઘવારી ભથ્થું એટલે કે DA (Dearness Allowance) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગાર (મૂળ પગાર) માં મર્જ કરી દેવામાં આવે. 8માં પગાર પંચના અમલને હજુ થોડો સમય બાકી છે, ત્યારે કર્મચારીઓની આ માંગે સરકાર સામે એક નવો પડકાર ઊભો કરી દીધો છે.

કર્મચારીઓ કેમ કરી રહ્યા છે આ માંગ?

ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) સહિતના ઘણા મોટા કર્મચારી સંગઠનોએ 8માં પગાર પંચ માટે ચાલી રહેલી વાતચીત દરમિયાન આ મહત્વની માંગ ઉઠાવી છે. સંગઠનોનું સ્પષ્ટ માનવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે અને જીવન જરૂરિયાતનો ખર્ચ વધ્યો છે, તેને જોતા મોંઘવારી ભથ્થાને અલગ રાખવાનો કોઈ અર્થ નથી. તેને નવા સુધારેલા પગાર માળખામાં જ ઉમેરી દેવું જોઈએ. સરળ ભાષામાં કહીએ તો, હવે સમય આવી ગયો છે કે DA ને બેઝિક પગારનો જ હિસ્સો બનાવી દેવામાં આવે.

પગારમાં કેવી રીતે થશે મોટો ફાયદો?

આ માંગણી પાછળનું ગણિત બહુ સીધું અને કર્મચારીઓના ફાયદાનું છે. જો સરકાર મોંઘવારી ભથ્થાને મૂળ પગારમાં ભેળવવાની આ માંગ માની લે છે, તો લાખો કર્મચારીઓના ખિસ્સામાં આવતી રકમમાં મોટો વધારો થશે. જ્યારે બેઝિક પગાર વધશે, ત્યારે તેની ગણતરી પર આધારિત અન્ય તમામ ભથ્થાં (જેમ કે HRA વગેરે) પણ આપોઆપ વધી જશે. આનાથી કર્મચારીઓના હાથમાં આવતો પગાર (ઈન-હેન્ડ સેલેરી), તેમનું પેન્શન, ગ્રેચ્યુઈટી અને પ્રોવિડન્ટ ફંડ (PF) જેવા રિટાયરમેન્ટ પછીના લાભોમાં જોરદાર ઉછાળો જોવા મળશે.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: લઘુત્તમ વેતન અને ફિટમેન્ટ ફેક્ટર વધશે? કરોડો કર્મચારીઓની આશાઓ વધી, જુઓ અપડેટ

શું છે હાલની સિસ્ટમ અને મોંઘવારી ભથ્થું?

તમને જણાવી દઈએ કે, મોંઘવારી ભથ્થું (DA) એ સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને બજારમાં વધતી મોંઘવારીની અસરથી બચાવવા માટે અપાતી એક વધારાની રકમ છે. હાલના નિયમ મુજબ, દેશના ફુગાવાના (મોંઘવારીના) આંકડાઓને આધારે વર્ષમાં બે વાર (સામાન્ય રીતે જાન્યુઆરી અને જુલાઈમાં) DA માં વધારો કરવામાં આવે છે. અત્યારની સિસ્ટમમાં કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું તેમના બેઝિક પગાર કરતા એકદમ અલગ હિસ્સા તરીકે ચૂકવાય છે. પરંતુ, હવે કર્મચારીઓ આ જૂની પ્રથા બદલવા માંગે છે અને તેને બેઝિક પગારમાં કાયમી ધોરણે ભેળવી દેવાની જોરદાર માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 18,000 થી વધીને સીધો 52,600 થશે લઘુત્તમ પગાર? 8માં પગાર પંચની આ માંગણીઓથી કર્મચારીઓ ખુશખુશાલ

Frequently Asked Questions

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો દ્વારા કઈ મોટી માંગ મૂકવામાં આવી રહી છે?

કર્મચારી સંગઠનોએ માંગ કરી છે કે મોંઘવારી ભથ્થું (DA) અલગથી આપવાને બદલે સીધું જ તેમના બેઝિક પગારમાં મર્જ કરી દેવામાં આવે.

મોંઘવારી ભથ્થાને બેઝિક પગારમાં મર્જ કરવાની માંગ પાછળનું કારણ શું છે?

વધતી જતી મોંઘવારી અને જીવન જરૂરિયાતનો ખર્ચ જોતાં, કર્મચારીઓ માને છે કે DA ને અલગ રાખવાનો કોઈ અર્થ નથી અને તેને બેઝિક પગારનો જ હિસ્સો બનાવવો જોઈએ.

જો DA ને બેઝિક પગારમાં મર્જ કરવામાં આવે તો કર્મચારીઓને શું ફાયદો થશે?

બેઝિક પગાર વધવાથી HRA જેવા અન્ય ભથ્થાં પણ વધશે, જેનાથી હાથમાં આવતો પગાર, પેન્શન, ગ્રેચ્યુઈટી અને PF જેવા લાભોમાં વધારો થશે.

હાલમાં મોંઘવારી ભથ્થું (DA) કેવી રીતે આપવામાં આવે છે?

DA એ મોંઘવારીની અસરથી બચાવવા માટે આપવામાં આવતી વધારાની રકમ છે, જે ફુગાવાના આંકડા મુજબ વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈમાં) બેઝિક પગારથી અલગ ચૂકવાય છે.

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget