શોધખોળ કરો
Advertisement
માત્ર બિસ્કીટ ખાઈને વરસે 40 લાખ રૂપિયા પગાર જોઈતો હોય તો કરો આ કંપનીમાં અરજી, જાણો શું જોઈએ લાયકાત ?
ઈચ્છુક ઉમેદવાર પાસે સ્વાદ અને બિસ્કિટ ઉત્પાદનનું ઉંડુ જ્ઞાન હોવુ જરૂરી છે.
નવી દિલ્હીઃ વિચારો કે તમારા હાથમાં કોઈ એવી નોકરી લાગી જાય કે જેમાં ફક્ત બિસ્કીટ ચાખવાના બદલામાં 40 હજાર પાઉન્ડ ( લગભગ 40 લાખ રૂપિયા ) વાર્ષિક પેકેજ મળે તો આપની જીંદગી કેટલી મજેદાર અને શાનદાર બની જાય. સ્કોટલેન્ડની એક કંપનીએ બોર્ડર બિસ્કીટ આવી નોકરી માટે અરજીઓ મગાવી છે. હકીકતમાં બિસ્કિટ બનાવતી આ કંપનીને માસ્ટર બિસ્કિટરની જરૂર છે.
ઈચ્છુક ઉમેદવાર પાસે સ્વાદ અને બિસ્કિટ ઉત્પાદનનું ઉંડુ જ્ઞાન હોવુ જરૂરી છે. સાથે નેતૃત્વ કૌશલ અને સંવાદની સારી એવી કળા પણ હોવી જોઈએ. ગ્રાહકો સાથે સારો સંબંધ જાળવી શકે અને ગ્રાહકોની સમસ્યાને હલ કરવાની આવડત તેનામાં હોવી જોઈએ. જો તમે આવુ કરી શકતા હોવ તો તમારી માટે આ ઉત્તમ તક છે.
એક વેબસાઇટના સમાચાર અનુસાર, બિસ્કિટનો સ્વાદ ચાખવા બદલ આ કંપની વાર્ષિક આશરે 40 લાખ રૂપિયાના પેકેજ આપશે. આ વેકેન્સી ફુલ ટાઇમ હશે અને વર્ષમાં 35 દિવસની રજાઓ પણ ઉપલબ્ધ રહેશે. ચોક્કસ, બિસ્કિટ પણ મફતમાં મળશે.
બોર્ડર બિસ્કીટના એમડી પોલ પાર્કિંસે જણાવ્યું હતું કે, “અમે દેશભરના લોકોને અરજી કરવા પ્રોત્સાહિત કરીએ છીએ અને કેટલાક સારા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.” કંપનીના હેડ ઓફ બ્રાન્ડ સુજી કાર્લો કહે છે. કંપની શ્રેષ્ઠ સ્વાદ અને ગુણવત્તાવાળા બિસ્કિટ સાથે ગ્રાહકોને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે. આ પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે, તેને એક નવો ‘માસ્ટર બિસ્કીટર’ જોઈએ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion