શોધખોળ કરો

Aadhaar card update: આધારકાર્ડને મફતમાં અપડેટ કરવાની તારીખ લંબાવાઈ, જાણો

આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે.

નવી દિલ્હી: આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવ્યા છે. આધાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઈન્ડિયા (UIDAI) એ મફત આધાર અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે ડિસેમ્બર 2024 સુધી મફતમાં આધાર અપડેટ કરી શકાશે. આ સમયમર્યાદા આજે પૂરી થઈ રહી હતી, પરંતુ ઓથોરિટીએ તેને ત્રણ મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 10 વર્ષથી વધુ સમય પહેલા બનાવેલા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની સુવિધા પૂરી પાડી છે અને તેની સમયમર્યાદા આજે સમાપ્ત થઈ રહી હતી, જે હવે ત્રણ મહિના સુધી લંબાવવામાં આવી છે. આ પહેલા પણ આ કામ ફ્રીમાં કરાવવાની છેલ્લી તારીખ ઘણી વખત લંબાવવામાં આવી છે. પહેલા તેને 14 માર્ચથી 14 જૂન 2024 સુધી લંબાવવામાં આવી હતી અને પછી આ છેલ્લી તારીખ ફરી એકવાર વધારીને 14 સપ્ટેમ્બર કરવામાં આવી હતી. શનિવારે તેમાં વધુ એક વધારો કરવામાં આવ્યો છે અને હવે આધાર કાર્ડ યુઝર્સ આ કામને 14મી ડિસેમ્બર સુધી બિલકુલ ફ્રીમાં કરાવી શકશે અને આ માહિતીને X હેન્ડલ પર પોસ્ટ કરી છે.

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની આ નિશ્ચિત સમયમર્યાદા પછી તમારે આ મહત્વપૂર્ણ કામ કરવા માટે UIDAI દ્વારા નક્કી કરાયેલ ચાર્જ ચૂકવવો પડશે, જે 50 રૂપિયા છે. ખાસ વાત એ છે કે UIDAI દ્વારા આપવામાં આવતી આધાર કાર્ડ અપડેટ કરવાની આ ફ્રી સર્વિસ માત્ર myAadhaar પોર્ટલ પર ઉપલબ્ધ છે.  

ચાલો જાણીએ આધાર અપડેટ કરવાની સરળ રીત 

  • સૌ પ્રથમ, UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર જાઓ.
  • અહીં તમારે તમારી ભાષા પસંદ કરવાની રહેશે. તમારી અનુકૂળતા મુજબ અહીં દર્શાવેલ કોઈપણ ભાષા પસંદ કરી શકો છો.
  • હવે તમે જે પણ માહિતી અપડેટ કરવા માંગો છો તેના પર ક્લિક કરો. ઉદાહરણ તરીકે, જો તમે તમારું સરનામું અપડેટ કરવા માંગો છો તો તમારે આધાર અપડેટનો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • આગલી સ્ક્રીન પર, તમારે માય આધાર પર જઈને લોગ ઇન કરવું પડશે, જેના માટે તમારે તમારો આધાર નંબર અને કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • આ પછી, વેરિફિકેશન માટે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. આના દ્વારા તમે લોગીન કરી શકશો.
    ત્યારબાદ એક નવી વિન્ડો ખુલશે જ્યાં તમને ટોપ પર ડોક્યુમેન્ટ અપડેટનો વિકલ્પ જોવા મળશે.
  • હવે ડોક્યુમેન્ટ અપડેટ પર જાઓ અને તમારી વસ્તી વિષયક વિગતો જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું ચકાસો.
  • બધી વિગતો ચકાસ્યા પછી, ઓળખ અને સરનામાના પુરાવાના દસ્તાવેજો અપલોડ કરો,
  • આ દસ્તાવેજ માત્ર PDF, JPEG અથવા PNG ફોર્મેટમાં હોવો જોઈએ અને 2 MB કરતા ઓછો હોવો જોઈએ.
  • તમે પુરાવા તરીકે પાન કાર્ડ, મતદાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત સૂચિબદ્ધ કોઈપણ દસ્તાવેજો અપલોડ કરી શકો છો.
  • અહીં તમામ વિગતો અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો.
  • આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 14 અંકનો અપડેટ રિક્વેસ્ટ નંબર મોકલવામાં આવશે. આ નંબર વડે તમે તમારી આધાર અપડેટ વિનંતીને ટ્રેક કરી શકો છો.
  • જ્યારે આધાર કાર્ડ અપડેટ થશે, ત્યારે તમને UIDAI તરફથી એક મેઇલ અથવા મેસેજ મોકલવામાં આવશે.
  • એકવાર આધાર અપડેટ થઈ ગયા પછી, તમે UIDAI સાઇટ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. 

Gold Price Hike: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો, જાણો મુખ્ય શહેરોના લેટેસ્ટ ભાવ 

ટોપ સ્ટોરી

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
મોંઘવારીનો મોટો ઝટકો: સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો વધ્યો, ખાવા-પીવાની વસ્તુઓના વધ્યા ભાવ
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 
Bank of Baroda માં 271 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, વરિષ્ઠ નાગરિકો માટે શું છે દર 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
Embed widget