Aadhaar Card Update: એક જ મોબાઇલ નંબર પર કેટલા આધાર થઇ શકે છે લિંક, શું કહે છે UIDAIનો નિયમ
Aadhaar Card Update: આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે તેની ઓળખ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ અને સરકારી દસ્તાવેજ છે. આ દસ્તાવેજ દરેક અન્ય કામમાં જરૂરી છે.
Aadhaar Card Update: આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે તેની ઓળખ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ અને સરકારી દસ્તાવેજ છે. આ દસ્તાવેજ દરેક અન્ય કામમાં જરૂરી છે. ડિજિટલ સમયમાં આધાર કાર્ડ સંબંધિત ઘણી સેવાઓ ઓનલાઈન ચેક કરી શકાય છે. એટલે કે આધાર સંબંધિત એવી ઘણી સેવાઓ છે જેના માટે નજીકના આધાર કેન્દ્રની મુલાકાત લેવાની જરૂર પડતી નથી
એક મોબાઈલ નંબર સાથે કેટલા આધાર કાર્ડ લિંક કરી શકાય છે?
આધારને લગતી ઓનલાઈન સેવાઓ માટે એ જરૂરી છે કે તમારો આધાર તમારા મોબાઈલ નંબર સાથે લિંક થવો જરૂરી છે. દરેકના મનમાં આ પ્રશ્ન આવી શકે છે કે શું દરેક આધાર કાર્ડ ધારક પાસે પોતાનો અલગ મોબાઈલ નંબર હોવો જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ ના છે, એ જરૂરી નથી કે દરેક આધાર કાર્ડ ધારક પાસે લિંક કરવા માટે અલગ મોબાઈલ નંબર હોય.
આધાર કાર્ડ ધારકની ઉંમર ગમે તે હોય તે તેના પરિવારના કોઈપણ સભ્યનો નંબર તેના આધાર સાથે લિંક કરી શકે છે.યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા પોતે જ ભારતીય નાગરિકોને એક જ મોબાઈલ નંબર સાથે આધાર લિંક કરાયેલા નંબર અંગે માહિતી પૂરી પાડે છે.
UIDAIના નિયમો (આધાર કાર્ડ નિયમો) કહે છે કે એક જ મોબાઈલ નંબર સાથે લિંક થયેલ આધારનો નંબર કોઈપણ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે પરિવારના સભ્યો ફક્ત એક જ મુખ્ય સભ્યના ફોન નંબરને તેમના આધાર સાથે લિંક કરી શકે છે.
મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાથી શું ફાયદો થાય છે?
જો તમે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરો છો તો વિવિધ ઓનલાઈન સેવાઓ માટે એકસાથે OTP જનરેટ કરી શકાય છે. OTP બેઝ્ડ ઓન્થેટિકેશન માટે આ જરૂરી છે.
UIDAIની સલાહ આપે છે કે દરેક આધાર કાર્ડ ધારકે પોતાનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવો જોઈએ. હા, જો આધાર કાર્ડ ધારક પાસે મોબાઈલ ન હોય તો પરિવારના કોઈ સભ્યનો નંબર લિંક કરી શકો છો.