Aadhaar Card : ઘરેથી જ ઓનલાઈન બદલી શકો છો આધાર કાર્ડનું એડ્રેસ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે.
આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે. યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો તમે તમારી જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આધાર કાર્ડમાં નામ, સરનામું તમે સરળતાથી બદલી શકો છો.
જો તમે પણ તમારા આધારકાર્ડમાં સરનામું બદલવા માંગો છો તો હવે તમે ઘરે બેઠા તમારા આધારમાં સરનામું સરળતાથી બદલી શકશો. આ લેખમાં અમે તમને તમારા આધારમાં સરનામું કેવી રીતે બદલી શકો છો તેની માહિતી આપીશું.
જેમ તમે બધા જાણો છો આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી દસ્તાવેજ છે. આજના સમયમાં તેની જરૂર છે.UIDAIએ આધારમાં એડ્રેસ અપડેટ કરવા માટે 32 પ્રકારના દસ્તાવેજોની યાદી બહાર પાડી છે.
આ દસ્તાવેજો દ્વારા આધારમાં સરનામું સરળતાથી બદલી શકાય છે. આ દસ્તાવેજો વિશેની માહિતી તમને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે આધારમાં એડ્રેસ બદલવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ આ ફેરફાર તેમના ઘરથી દૂર રહેતા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
એડ્રેસ બદલવા સૌથી પહેલા તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.
આ પછી, તમારે અહીં 'My Aadhaar' પર જઈને 'Update My Aadhaar' પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખવો પડશે,
ત્યારબાદ મોબાઈલ પર આવેલ OTP દાખલ કરો.
પછી તમને એક નવી લિંક મળશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
હવે તે વિકલ્પ પસંદ કરો, જેને તમે અપડેટ કરવા માંગો છો,
ઉદાહરણ તરીકે, જો તમે સરનામું અપડેટ કરવા માંગો છો, તો પછી સરનામાં સાથેના વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી, એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ જોડીને કેપ્ચા કોડ દાખલ કરો.
હવે 'Send OTP' વિકલ્પ પર ક્લિક કરો.
પછી છેલ્લે તમને 50 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહે છે, તેને ભરી દો.
આમ કરવાથી તમારું સરનામું તમારા આધાર કાર્ડ પર અપડેટ થઈ જશે.
આધારમાં સરનામું બદલવા માટે જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
પાન કાર્ડ
મતદાર આઈડી
રેશન કાર્ડ
ડ્રાઈવિંગ લાઈસન્સ
ફોટો એટીએમ કાર્ડ
ફોટો ક્રેડિટ કાર્ડ
ખેડૂત ફોટો પાસબુક
પેન્શન ફોટો કાર્ડ
દિવ્યાંગ આઈડી પ્રૂફ