શોધખોળ કરો
Advertisement
ગૌતમ અદાણીએ કહ્યું, 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સૌર કંપની બનવાનો છે લક્ષ્ય, જાણો વિગતે
તેમણે લખ્યું, અમારું વિઝન 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાનું છે.
નવી દિલ્હીઃ દેશના ટોચના ઉદ્યોગપતિ પૈકીના એક એવા ગુજરાતના ગૌતમ અદાણીએ બુધવારે કહ્યું કે, તેમનું ગ્રુપ 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની બનવાનું લક્ષ્ય ધરાવે છે. Linkedin પર પોસ્ટ કરીને અદાણી ગ્રુપના ચેરમેને લખ્યું, પુનઃપ્રાપ્ય ઊર્જાનો વપરાશ વિશ્વમાં ધારણા કરતા ઝડપથી વધી રહ્યો છે.
2020 સુધીમાં ભારતની સૌથી મોટી પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની બનીશું
તેમણે લખ્યું, અમારું વિઝન 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની અને 2030 સુધીમાં સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાનું છે. 2019માં અદાણી ગ્રુપ વિશ્વની સૌથી મોટી છઠ્ઠી સોલાર કંપની હતી અને આ યાત્રાના ભાગ રૂપે અમે 2020 સુધીમાં ભારતની સૌથી મોટી પુનઃપ્રાપ્ય ઊર્જા કંપની અને 2021માં વિશ્વની ટોપ 3 સોલાર એનર્જી કંપની બનવાની પહોંચમાં છીએ.
હાલ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરતી સંપત્તિનો કેટલો છે પોર્ટફોલિયો ? પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન કરતી સંપત્તિનો અમારો હાલનો પોર્ટફોલિયો આજે 2.5 GWથી વધુ છે. 2.9 GWની ક્ષમતાનો નિર્મણાધીન પ્લાન્ટ કાર્યરત થયા બાદ 2020 સુધીમાં પોર્ટફોલિયો ડબલ થવાની ધારણા છે. 2025 સુધીમાં 18 GW સુધી પહોંચી શકીએ છીએ. આવું થાય તે માટે અમે અમારા 70 ટકાથી વધારે બજેટને એનર્જી વર્ટિકલમાંથી સ્વચ્છ એનર્જી અને કાર્યક્ષમ એનર્જીમાં રોકવા પ્રતિબદ્ધ છીએ તેમ કહ્યું હતું. મુંબઈમાં 24 કલાક ખુલ્લા રહેશે મૉલ, રેસ્ટોરન્ટ અને પબ, કેબિનેટે આપી મંજૂરીGautam Adani says aiming to become world's largest solar company by 2025, largest renewable energy firm by 2030
— Press Trust of India (@PTI_News) January 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion