ડીઝલ ગાડી ખરીદવી મોંઘી પડશે, મોદી સરકાર પોલ્યુશન ટેક્સ લગાવવાનું વિચારી રહી છે, જાણો વાહનની કિંમત કેટલી વધી જશે
નીતિન ગડકરીએ આ ટેક્સને પોલ્યુશન ટેક્સ નામ આપ્યું છે. તેમના મતે દેશમાં ડીઝલ વાહનોને ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે.
10% Additional Tax on Diesel Engine Vehicle: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી ડીઝલ વાહનો પર 10 ટકા વધારાનો GST ટેક્સ લાદવા માટે નાણા મંત્રાલયને પ્રસ્તાવ આપવાનું વિચારી રહ્યા છે. જેનો હેતુ મોટાભાગના કાર ખરીદનારાઓને ગ્રીન એનર્જી પર ચાલતા વાહનો તરફ વાળવાનો છે. નીતિન ગડકરીએ આ ટેક્સને પોલ્યુશન ટેક્સ નામ આપ્યું છે. તેમના મતે દેશમાં ડીઝલ વાહનોને ઘટાડવાનો આ એકમાત્ર રસ્તો છે.
ગડકરીએ વધુમાં કહ્યું કે, અમે ઓટોમોબાઈલ ઉદ્યોગને ડીઝલ એન્જિન વાહનોના ઉત્પાદનમાં ઘટાડો કરવા વિનંતી કરી રહ્યા છીએ, અન્યથા આ ટેક્સ લાગુ કરવો જરૂરી બની જશે. જેના કારણે આ વાહનોના વેચાણમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
Addressing 63rd SIAM Annual Convention, New Delhi https://t.co/b3ZH3jGoln
— Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023
નીતિન ગડકરીનું આ નિવેદન તેમણે સિયામના 63માં કોન્વોકેશનમાં જે કહ્યું હતું તે પછી આવ્યું છે, જેમાં તેઓ ઓટો ઈન્ડસ્ટ્રીને પોતાના સંબોધનમાં હસતા હસતા કહી રહ્યા છે, “હું આજે સાંજે નાણામંત્રી સાથે મીટિંગ કરવા જઈ રહ્યો છું અને મીટિંગમાં હું તેમને ડીઝલ પર ચાલતા તમામ પ્રકારના એન્જિન પર 10% ટેક્સ લાદવા વિનંતી કરવા જઈ રહ્યો છું, પછી તે વાહનો હોય કે જનરેટર, અને આ માટે મેં એક પત્ર પણ લખ્યો છે."
There is an urgent need to clarify media reports suggesting an additional 10% GST on the sale of diesel vehicles. It is essential to clarify that there is no such proposal currently under active consideration by the government. In line with our commitments to achieve Carbon Net…
— Nitin Gadkari (@nitin_gadkari) September 12, 2023
જો કે, 2014 થી પેટ્રોલ/ડીઝલની સુધારેલી કિંમતોને કારણે સ્થાનિક બજારમાં ડીઝલ એન્જિનના વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે. ગયા નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો, આ વાહનોના કુલ વેચાણમાં ડીઝલ એન્જિન વાહનોની સંખ્યા લગભગ 18% હતી, જે FY14 માં 53% હતી.