શોધખોળ કરો

HDFC બાદ SBIની યોનો એપમા ટેકનિકલ ખામીની ફરિયાદ, ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો

એસબીઆઈએ કહ્યું કે, સિસ્ટમ ડાઉન થવાથી યોનો મોબાઈલ એપમાં સમસ્યા આવી રહી છે. અમે ખામી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કસ્ટમરને હવે ઓનલાઈન એસબીઆઈ અને અને યોનો લાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

નવી દિલ્હી: એચડીએફસી બેન્ક બાદ હવે ભારતીય સ્ટેટ બેન્ક(એસબીઆઈ)ની ફ્લેગશિપ એપ યોનો (yono sbi)માં તકનિકી ખામી આવી છે. યોનામાં આવેલી રહેલી મુશ્કેલી બાદ ગ્રાહકોએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે. તેના બાદ એસબીઆઈએ ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ આ ટેકનિકલ ખામીને સુધારી રહ્યાં છે. તેણે ગ્રાહકોને સલાહ આપી છે કે, યોનો એપને છોડીને ઈન્ટરનેટ બેન્કિગ અને યોનો લાઈટનો ઉપયોગ કરે. એસબીઆઈએ કહ્યું કે, સિસ્ટમ ડાઉન થવાથી યોનો મોબાઈલ એપમાં સમસ્યા આવી રહી છે. અમે ખામી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. કસ્ટમરને હવે ઓનલાઈન એસબીઆઈ અને અને યોનો લાઈટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ઈકનોમિક ટાઈમ્સના એક અહેવાલ અનુસાર બેન્કના આ આશ્વાસન બાદથી જ યોનો એપમાં પ્રોબ્લેમ આવતી રહી છે અને એરર દેખાડી રહ્યું છે. એસબીઆઈનો કસ્ટમર બેઝ 49 કરોડનો છે. એસબીઆઈનું ડિજિટલ પ્લેટફોર્મ પ્રતિદિન ચાર લાખ ટ્રાન્ઝેક્શન કરે છે. બેન્કનું લગભગ 55 ટકા ટ્રાન્ઝેક્શન હવે ડિજિટલ ચેનલ દ્વારા થાય છે. તેમાંથી 50 ટકા ટ્રાન્ઝેક્શન યોનો એપના માધ્યમથી થાય છે અને તેના 2.76 કરોડ યૂઝર છે. આ પહેલા એચડીએફસી બેંકની ડિજિટલ સર્વિસીસમાં સતત ગ્રાહકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એચડીએફસી બેંક પર કેટલાક પ્રતિબંધ લગાવતા બેંકની તમામ ડિજિટલ સર્વિસીસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ પ્રતિબંધમાં નવા ક્રેડિટ કાર્ડ પણ સામેલ છે. જોકે આરબીઆઈ તરફથી લગાવવામાં આવેલ આ પ્રતિબંધ કામચલાઉ છે. જ્યારે વિતેલા બે વર્ષની અંદર જ આ ત્રીજી વખત છે જ્યારે એચડીએફસી પર બેંકે કોઈને કોઈ પ્રતિબંધ લગાવ્યા છે.

ટોપ સ્ટોરી

ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
Post ની આ સ્કીમમાં રોજ 300 રુપિયાનું રોકાણ કરી બનાવો 6 લાખનું ફંડ! જુઓ ગણતરી 
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી
શેર બજારમાં શાનદાર રિકવરી, સેન્સેક્સ 879 પોઈન્ટ તો નિફ્ટીમાં 289 પોઈન્ટનો ઉછાળો, IT શેરમાં તેજી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Embed widget