શોધખોળ કરો
Advertisement
Airtel અને Vodafone-Ideaએ માર્યો માસ્ટર સ્ટ્રોક, Jioની મુશ્કેલી વધી
એરટેલે તેના વપરાશકર્તાઓ માટે ત્રણ નવા અનલિમિટેડ કોલિંગ પ્લાન પણ શરૂ કર્યા છે.
નવી દિલ્હીઃ Airtel અને Vodafon-Ideaએ યૂઝર્સ માટે નવા પ્લાન્સ લાગુ કરતાં જ મોટી રાહત આપી છે. હવે આ બન્ને કંપનીઓએ યૂઝર્સને કોઈપણ અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે કોઈ લિમિટ નથી રાખી, એટલે કે યૂઝર્સ હવે પહેલાની જેમ જ અનલિમિટેડ વોયસ કોલિંગનો લાભ લઈ શકશે. આ બન્ને ટેલિકોમ કંપનીઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતાં ત્રીજી પ્રતિસ્પર્ધિ કંપની રિલાયન્સ જિઓને ઝાટકો આપ્યો છે. આ પહેલા પણ આ બન્ને કંપનીઓએ જિઓ દ્વારા IUC ચાર્જ લેવાને લઈને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી હતી.
એરટેલે તેના વપરાશકર્તાઓ માટે ત્રણ નવા અનલિમિટેડ કોલિંગ પ્લાન પણ શરૂ કર્યા છે. તે જ સમયે, વોડાફોન-આઇડિયાએ તેના તમામ પ્રિપેઇડ પ્લાનથી મર્યાદાઓ દૂર કરી દીધી છે. આ બંને કંપનીઓના આ માસ્ટર સ્ટ્રોક પછી, હવે એ જોવુંનું રહ્યું કે, નિ:શુલ્ક લાભ આપવાના નામે ભારતીય બજારમાં પ્રવેશવા માટેની નવી ટેલિકોમ કંપની જિઓ પોતાના વપરાશકર્તાઓને આ રાહત ક્યારે આપે છે.Our new prepaid plans are here. Here’s to unlimited possibilities with free unlimited calling, even to other networks. pic.twitter.com/diCpJ3YmPT
— Vodafone (@VodafoneIN) December 6, 2019
તમામ ટેલિકોમ કંપનીઓએ એક મહિનાની વેલિડિટી પ્લાનમાં 1000 ઓફ-નેટ ફ્રી મિનિટની ઓફર કરી હતી. જ્યારે ત્રણ મહિનાની વેલિડિટીના પ્લાનમાં 3,000 ઓફ-નેટ ફ્રી મિનિટ અને એક વર્ષના પ્લાનમાં 12,000 ઓન-નેટ ફ્રી મિનિટની જાહેરાત કરી હતી. જોકે હવે નવા પ્લાન લોન્ચ થયા બાદ એરટેલ અને વોડાફોન આઇડિયાએ તેમના તમામ પ્લાનમાં અમર્યાદિત વોઇસ કોલિંગની ઓફર કરી છે. એટલે કે વપરાશકર્તાઓ હવે કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગનો આનંદ માણી શકશે.We heard you! And we are making the change. From tomorrow, enjoy unlimited calling to any network in India with all our unlimited plans. No conditions apply. pic.twitter.com/k0CueSx0LV
— airtel India (@airtelindia) December 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement