મોબાઈલ, વાઈ-ફાઈ, ડીટીએચ માટે અલગ અલગ કનેકશનથી પરેશાન છો ? અપનાવો એરટેલ બ્લેક
જો તમારી પાસે એકથી વધુ પોસ્ટપેડ કનેકશન, ડીટીએચ અને એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર કનેક્શન હોય તો બધાને એક સાથે જોડી જરૂરિયાત મુજબ એક પ્લાન બનાવી શકો છો.
છેલ્લા 16 મહિનાથી કોરોના વાયરસ મહામારીના કારમે આપણી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ છે. અનેક લોકો હવે ઓફિસના બદલે ઘરેથી કામ કરી રહ્યા છે. પરંતુ ઘરે મોબાઈલ, વાઈ ફાઈ, ડીટીએચ અને બ્રોડબેંડના અલગ અલગ સેટઅપ હોવાના કારણે પરેશાની થાય છે. ઘણી વખત ક્યુ કનેકશન બંધ છે અને શેમાં રિચાર્જ પૂરું થઈ ગયું છે તે પણ યાદ રહેતું નથી. ભારતની નંબર વન ટેલીકોમ કંપની એરટેલ હંમેશાની જેમ તમારી માટે ઓલ ઈન વન સોલ્યુશન લઈને આવી છે. એરટેલ બ્લેક પ્લાન ન માત્ર તમને મોબાઇલ, વાઇફાઇ, ડીટીએચ કે અલગ અલગ કનેકશનથી છુટકારો અપાવશે પરંતુ તેની સાથે જોડાયેલી તમામ સમસ્યાનું સમાધાન પણ એક જ પ્લેટફોર્મ પર આપશે.
એરટેલ બ્લેક પ્લાન અનેક ફીચર્સ સાથે રજૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા યૂઝર્સ તેમના મોબાઇલ પોસ્ટપેડ, ડીટીએચ અને ફાઈબર કનેકશન તમામને સિંગલ બિલ દ્વારા મેનેજ કરી શકે છે. એરટેલ બ્લેક પ્લાનમાં મોબાઇલ પોસ્ટપેડ, ડીટીએચ અને ફાઇબર કનેકશનને એક સાથે જોડીને તમે તમામ સર્વિસનું બિલ એક સાથે ચૂકવી શકો છો. જેથી તમને અલગ અલગ કનેકશન બિલની તારીખ યાદ રાખવાની છૂટકારો મળી જશે. એટલું જ નહીં કોલ સેંટર પર તેની સાથે જોડાયેલી તમામ ફરિયાદ પણ દૂર કરી શકાશે.
એરટેલ બ્લેક પ્લાન લેવાની પ્રક્રિયા છે સરળ
એરટેલ બ્લેક પ્લાન સાથે જોડાવાની પ્રક્રિયા સરળ છે. તમારે એરટેલ થેંક્સ એપમાં જવું પડશે અને ત્યાં એરટેલ બ્લેક પ્લાનના અનકે વિકલ્પ મળશે. જેમાંથી કોઈ એક પ્લાન પસંદ કરી શકો છે. એરટેલ બ્લેક પ્લાન દ્વારા તમને બે કે તેથી વધારે કનેકશનને એક સાથે જોડી શકો છો.
જો તમારી પાસે થેંક્સ અપ ન હોય તો પરેશાન થવાની જરૂર નથી, તમે 8826655555 નંબર પર મિસ કોલ કરી શકો છે. જે બાદ એરટેલ અધિકારી તમને ફોન કરશે અને એરટેલ બ્લેક પ્લાનમાં અપગ્રેડ થવામાં મદદ ઉપલબ્ધ કરાવાશે.
પોતાની મુજબ પ્લાન મેનેજ કરો
એરટેલ બ્લેક હાલ પોસ્ટ પેડ યૂઝર્સ માટે છે. પરંતુ તમે તેને પ્રીપેડ કનેકશનમાં બદલીને બ્લેક પ્લાન સાથે જોડી શકો છો. બ્લેક પ્લાન તમારી જરૂરિયાત મુજબના પ્લાન ઉપલ્બ ખરાવે છે. જો તમારી પાસે એકથી વધુ પોસ્ટપેડ કનેકશન, ડીટીએચ અને એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર કનેક્શન હોય તો બધાને એક સાથે જોડી જરૂરિયાત મુજબ એક પ્લાન બનાવી શકો છો.
થાય છે આ ફાયદો
એરટેલ બ્લેક સાથે તમને એક મોટો ફાયદો મળે છે. આ પ્લાન દ્વારા તમને ડિજિટલ ટીવી સર્વિસ માટે એક્સટ્રીમ બોક્સ ઉપલબ્ધ કરાવે છે. આ બોક્સ બિલકુલ ફ્રી મળે છે. એક્સટ્રીમ બોક્સ માટે 1500 રૂપિયા સિક્યોરિટી આપવાની હોય ચે જે એક વર્ષ બાદ પરત મેળવી શકો છો.
આઈવીઆર પર લાંબી પ્રતિક્ષાનું પણ સમાધાન
એરટેલ બ્લેક યૂઝર્સે કસ્ટરમ કેર કોલ્સની લાંબી રાહ જોવી નહીં પડે. એરટેલ તેના યૂઝર્સની સમસ્યા માટે એક્સપર્ટની પૂરી ટીમ ઉપલબ્ધ કરાવે છે. જો તમારા કોઈપણ કનેકશનમાં ગડબડ હોય તો તમારી કોલનો માત્ર 60 સેકંડમાં જવાબ આપવામાં આવે છે પરંતુ એરટેલ તરફથી કોલ કરીને તમારી સમસ્યાનું નિરાકરણ આવ્યું કે નહીં તેમ પણ પૂછવામાં આવે છે.
આ પણ વાંચો
IND vs ENG: આજથી ચોથી ટેસ્ટ, 50 વર્ષથી આ મેદાન પર નથી જીત્યું ભારત
India Corona Cases: ભારતમાં કોરોનાના કેસમાં આવ્યો ઉછાળો, કેરળની સ્થિતિ ચિંતાજનક