SBI ગ્રાહકો ધ્યાન આપો! હવે તમે OTP વગર ATMમાંથી રોકડ નહીં ઉપાડી શકો, જાણો નવો નિયમ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને ATMમાંથી રોકડ ઉપાડ વિશે માહિતી આપી છે.
SBI ATM Cash Withdrawal Rule: જો તમે પણ SBI ખાતાધારક છો, તો આ સમાચાર તમારા કામના છે. હવે SBI ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારો પાછળનું કારણ એ છે કે આની મદદથી રોકડ વ્યવહાર (SBI Cash Transaction)ની પદ્ધતિને વધુ સુરક્ષિત બનાવી શકાય છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાંથી પૈસા ઉપાડવા માટે OTP દાખલ કરવો ફરજિયાત બની ગયો છે. હવે ગ્રાહકો OTP દાખલ કર્યા વિના રોકડ ઉપાડી શકશે નહીં. OTP સુવિધા શરૂ કરવા પાછળનું કારણ ગ્રાહકોને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવાનું છે.
SBIએ ટ્વીટ કરીને માહિતી આપી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરીને ATMમાંથી રોકડ ઉપાડ પર OTPની જરૂરિયાત વિશે માહિતી આપી છે. આ બાબતે બેંકે કહ્યું છે કે, 'અમારા OTP આધારિત રોકડ ઉપાડ એ SBI ATM માંથી સાયબર ગુનેગારો સામેનું વેક્સિનેશન છે.
Our OTP based cash withdrawal system for transactions at SBI ATMs is vaccination against fraudsters. Protecting you from frauds will always be our topmost priority.#ATM #OTP #SafeWithSBI #TransactSafely #SBIATM #Withdrawal #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/Pofc4rZZgm
— State Bank of India (@TheOfficialSBI) May 9, 2022
અમારા ગ્રાહકોને સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. 10,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડવા પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે. આ પછી તમારે ડેબિટ કાર્ડ પિન સાથે OTP દાખલ કરવો પડશે. તે પછી જ તમે સરળતાથી પૈસા ઉપાડી શકશો.
SBI ATMમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા
SBI એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે, પહેલા એટીએમ મશીનમાં કાર્ડ દાખલ કરો.
OTP વિકલ્પ પર ક્લિક કરો.
તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરો.
આ પછી ATM પિન નાખો.
રોકડ ઉપાડ સરળતાથી થઈ જશે.