31 માર્ચ પહેલા Pan Card અને Aadhar Card લિંક કરાવી લો નહીં તો ફી ભરવા માટે તૈયાર રહો
કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ પણ જાહેરાત કરી છે કે તમામ ભારતીય નાગરિકોને નક્કી સમય પહેલા પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક કરાવાવના રહેશે.
![31 માર્ચ પહેલા Pan Card અને Aadhar Card લિંક કરાવી લો નહીં તો ફી ભરવા માટે તૈયાર રહો before march 31 get the pan card linked to the aadhar card or else be ready to pay late fees 31 માર્ચ પહેલા Pan Card અને Aadhar Card લિંક કરાવી લો નહીં તો ફી ભરવા માટે તૈયાર રહો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/25/55286ff99b20dbee406fbbdafe3d005a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારત સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ખૂબ જ જરૂરી કરી દીધું છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં 31 માર્ચ ડેડલાઈન છે. જો આ તારીખ સુધીમાં તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંગ નહીં કરાવો તો 1 એપ્રિલથી તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. એટલું જ નહીં આવકવેરા કાયદા સાર જો નક્કી મર્યાદાની અંદર આધાર સાથે પાન કાર્ડને લિંક નહીં કરાવવામાં આવે તો હવે ભારે દંડ ભરવો પડી શકે છે.
પાન-આધાર લિંકિંગ ન કરાવવા પર લાગશે દંડ
મંગળવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવેલ ફાઈનાન્સ બિલ, 2021માં સરાકરે એક સંશોધન રજૂ કર્યં છે જે અંતર્ગત જો કોઈ વ્યક્તિનું આધાર સાથે પાન કાર્ડ લિંક નહીં કરાવે તો તેને 1000 રૂપિયા સુધીની લેટ ફી ભરવી પડી શકે છે.
અનેક સુવિધાઓનો નહીં મળે લાભ
કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ પણ જાહેરાત કરી છે કે તમામ ભારતીય નાગરિકોને નક્કી સમય પહેલા પોતાનું પાન અને આધાર કાર્ડ લિંક કરાવાવના રહેશે. આમ ન કરવા પર રોકણ લેવડદેવડ માટે તમે તમારા પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. સાથે જ બેંક ખાતું ખોલાવવા અથવા સરકારી પેંશન, વિદ્યાર્તી શિષ્યવૃત્તિ, એલપીજી સબસિડી વગેરેનો લાભ પણ નહીં મળે.
ઓનલાઈન કેવી રીતે પન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરશો?
- વેબસાઇટના માધ્યમથી કરી શકાય છે લિંક?
- સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- આધાર કાર્ડમાં આપવામાં આવેલા નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો.
- આધાર કાર્ડમાં માત્ર જન્મનું વર્ષ મેન્શન થતાં સ્વેરેર ટિક કરો.
- હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
- હવે Link Aadhaar બટન પર ક્લિક કરો.
- આપનું પાન આધાર સાથે લિંક થઈ જશે.
- SMS મોકલીને PANને આધાર સાથે લિંક કરવાની પદ્ધતિ
- તેના માટે આપને પોતાના ફોન પર ટાઇપ કરવાનું રહેશે- UIDPAN ત્યારબાદ 12 અંકોવાળો Aadhaar નંબર લખો અને પછી 10 અંકોવાળો પાન નંબર લખો. હવે સ્ટેપ 1માં જણાવેલો મેસેજ 567678 કે 56161 પર મોકલી દો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)