શોધખોળ કરો
ધનતેરસ પર સસ્તું સોનું ખરીદવાની તક, જાણો બજાર ભાવ કરતાં કેટલું સસ્તું મળશે સોનું
આ યોજના હેઠળ તમે ફિઝીકલી સોનું ખરીદી શકતા નથી, પરંતુ રોકાણ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ ધનતેરસનો તહેવાર નજીકમાં છે અને આ અવસર પર મોદી સરકાર સસ્તામાં સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. જો તમે સોનામાં રોકાણ કરવાનું વિચારતાં હો તો આ મોકાનો ફાયદો ઉઠાવી શકો છો. કેન્દ્ર સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 9 નવેમ્બરથી ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. આ યોજના હેઠળ તમે ફિઝીકલી સોનું ખરીદી શકતા નથી, પરંતુ રોકાણ માટે તે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.
આ સ્ક્રીમમાં 13 નવેમ્બર સુધી રોકાણ કરી શકાશે. સરકાર ગ્રાહકોને બજારભાવ કરતાં 900 રૂપિયા સસ્તું સોનું ખરીદવાનો મોકો આપી રહી છે. સરકારે આ સ્કીમ અંતર્ગત સોનાની કિંમત 51,770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નક્કી કરી છે. એટલે કે એક ગ્રામ સોનું ખરીદવા 5,177 રૂપિયા ચુકવવા પડશે. બજાર ભાવ કરતાં સોનું ઘણું સસ્તું છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ ઓનલાઇન અરજી કરનારા રોકાણકારોને બોન્ડના નિયત ભાવે ગ્રામ દીઠ રૂ.50 ની છૂટ આપવામાં આવશે.
આ યોજનામાં બોન્ડ્સ ખરીદીને રોકાણ કરી શકો છો. બોન્ડ તરીકે, તમે ઓછામાં ઓછું એક ગ્રામ અને મહત્તમ ચાર કિલો સોનામાં રોકાણ કરી શકો છો. સામાન્ય રીતે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં સોનાના ભાવ બજાર ભાવ કરતા ઓછા હોય છે. ગોલ્ડ બોંડ ખરીદવાનો સૌથી મોટો ફાયદો તેના પર 2.5 ટકા વાર્ષિક દરે વ્યાજ પણ મળે છે. સરકાર દ્વારા આ સ્કીમ શરૂ કરવાનો ઉદ્દેશ ગોલ્ડની ફિઝિકલ માંગ ઓછી કરવાનો છે.
આ બોન્ડ આઠ વર્ષના સમયગાળા માટે રજૂ કરવામાં આવે છે અને પાંચ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ છે. આ પહેલા 12 થી 16 ઓક્ટોબર સુધી આ સ્કીમની સાતમી સીરીઝ તહેવારોની સીઝન પહેલા સરકાર લાવી હતી. પરંતુ હવે તહેવારોની સીઝનમાં ફરીથી લોકો સસ્તું સોનું ખરીદી શકે છે.
Coronavirus: સંક્રમણના મામલા રેકોર્ડ ગતિએ વધતાં આ દેશે લગાવ્યો રાત્રિ કર્ફ્યુ, જાણો વિગત
વડોદરાઃ યુવક પ્રેમિકાના ફ્લેટમાં પ્રેમિકા સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પત્નિ પહોંચી ગઈ, પ્રેમિકાએ બોલાવવી પડી પોલીસ ને....
IPL 2020: દિલ્હી કેપિટલ્સની ટીમમાં થશે બદલાવ, આ આક્રમક ખેલાડીની થશે બાદબાદી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
બોલિવૂડ
Advertisement