ભારતમાં કામ કરવા માટે બેસ્ટ છે આ કંપનીઓ, LinkedInએ જાહેર કર્યું ટોપ-25નું લિસ્ટ
પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ LinkedIn દર વર્ષે ભારતમાં કામ કરવા માટે 25 શ્રેષ્ઠ કંપનીઓની યાદી બહાર પાડે છે
Best Companies to Work in India: પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ LinkedIn દર વર્ષે ભારતમાં કામ કરવા માટે 25 શ્રેષ્ઠ કંપનીઓની યાદી બહાર પાડે છે. વર્ષ 2024 માટે ટોચની 25 કંપનીઓની યાદી પણ બહાર પાડવામાં આવી છે જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ ટોચ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. LinkedIn દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર ભારતમાં કામ કરતી ટોચની કંપનીઓની યાદીમાં Accenture અને Cognizantના નામ બીજા અને ત્રીજા સ્થાને છે. નાણાકીય ક્ષેત્રમાં કામ કરતી મોટાભાગની કંપનીઓએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય આઈટી સેક્ટર, ડેટા સ્ટોરેજ ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલી ઘણી કંપનીઓને પણ આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.
TCS ટોચ પર છે
LinkedIn દ્વારા જાહેર કરાયેલી ટોચની 25 કંપનીઓની યાદીમાં TCSને શ્રેષ્ઠ કંપનીનો એવોર્ડ મળ્યો છે. ટોચની 25 કંપનીઓની યાદીમાં 500થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ કંપની આ યાદીમાં ટોચ પર હતી. આવી સ્થિતિમાં કંપનીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. આ યાદીમાં મેક્વેરી ગ્રુપ ચોથા સ્થાને, મોર્ગન સ્ટેનલી પાંચમા સ્થાને અને ડેલોઈટ છઠ્ઠા સ્થાને છે. આ યાદીમાં Endress+Hauser ગ્રુપ સાતમા સ્થાને, બ્રિસ્ટોલ માયર્સ સ્ક્વિબ 8મા સ્થાને અને JPMorgan Chase & Co 9મા સ્થાને છે. આ યાદીમાં પેપ્સિકોનું નામ 10મા સ્થાને છે. ટોપ-25ની યાદીમાં HCL, EY, Amazon, MasterCard, ICICI બેન્ક, Michelin અને Goldman Sachs જેવી કંપનીઓના નામ પણ સામેલ છે.
મધ્યમ કદની કંપનીઓની યાદી પણ બહાર પાડવામાં આવી
આ વર્ષે LinkedIn એ 250 થી 500 કર્મચારીઓ ધરાવતી મધ્યમ કદની કંપનીઓની યાદી પણ બહાર પાડી છે. સાસ પ્લેટફોર્મ લેન્ટ્રાએ મધ્યમ કદની કંપનીઓની આ યાદીમાં ટોચ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. ટ્રાવેલ વેબસાઈટ મેક માય ટ્રિપ, PRADAN, નાઇકા અને ડ્રીમ11ને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.
બેંગલુરુ ટોચ પર રહ્યું
આ સિવાય LinkedIn એ દેશના તે શહેરોની યાદી પણ જાહેર કરી છે જે કંપનીઓની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. જેમાં આઈટી સિટી બેંગલુરુએ ટોપ પર પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય હૈદરાબાદ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન અને પૂણેને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે.