(Source: ECI/ABP News/ABP Majha)
અબજોપતિ મુકેશ અંબાણી ભારતની બહાર આ દેશમાં ફેમિલી ઓફિસ ખોલવા જઈ રહ્યા છે
મુકેશ અંબાણીએ તેમની નવી સંસ્થા માટે એક મેનેજરની પસંદગી કરી છે, જે આ ઓફિસ માટે સ્ટાફને રાખશે અને તેને ચલાવશે.
Mukesh Ambani New Office: એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે સિંગાપોરમાં પોતાની ફેમિલી ઓફિસ ખોલવા જઈ રહ્યા છે. બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર, આ સમાચાર સાથે સંબંધિત લોકોએ આ માહિતી આપી છે. જોકે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રવક્તાએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
સિંગાપોરમાં સ્થાન પસંદ કર્યું
આ લોકોનું કહેવું છે કે મુકેશ અંબાણીએ તેમની નવી સંસ્થા માટે એક મેનેજરની પસંદગી કરી છે, જે આ ઓફિસ માટે સ્ટાફને રાખશે અને તેને ચલાવશે. આ મામલો ખાનગી હોવાથી આ લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સિંગાપોરમાં તેમના પરિવારની ઓફિસ માટે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ પસંદ કરવામાં આવી છે જ્યાં અંબાણી પરિવારની ઓફિસ રાખવામાં આવશે.
સિંગાપોરમાં વૈશ્વિક અમીરોની સંખ્યા વધી રહી છે - આ કારણ છે
સુપર રિચ લોકોની તેમની ફેમિલી ઓફિસ માટે સિંગાપોરને અપનાવવાની પ્રેફરન્સ વધી રહી છે અને આ એપિસોડમાં લેટેસ્ટ નામ અંબાણી પરિવારનું હશે. જેમ કે અબજોપતિ રે ડાલિયો અને ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિનનું નામ છે. આ શહેરમાં ટેક્સના ઓછા દરો અને સુરક્ષા વ્યવસ્થાને કારણે તે ફેમિલી ઓફિસ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે. સિંગાપોરની મોનેટરી ઓથોરિટી અનુસાર, 2021ના અંત સુધીમાં આવી ઓફિસોની સંખ્યા વધીને 700 થઈ ગઈ હતી, જે અગાઉના વર્ષે 400 હતી.
સિંગાપોરમાં ટેક્સના દર વધી શકે છે
જોકે, સિંગાપોરને બિઝનેસ હબ બનાવવા માટે વૈશ્વિક અમીરોના પ્રયાસો બાદ અહીં કાર, મકાન અને અન્ય ચીજવસ્તુઓની કિંમતો વધી રહી છે. સિંગાપોરના નાયબ વડા પ્રધાન, લોરેન્સ વોંગે ઓગસ્ટમાં એક મુલાકાતમાં સંકેત આપ્યો હતો કે અમીરોને અહીં સ્થાયી થવા માટે ઊંચા કરનો સામનો કરવો પડી શકે છે, જે સિંગાપોરમાં સમાવેશી વૃદ્ધિ તરફ દોરી શકે છે.