Blue Badge : તો ઝુકરબર્ગનો ખજાનો છલકાઈ જશે, ભારતમાંથી જ કમાશે 6,82,55,00,00,000 રૂપિયા
સોશિયલ મીડિયા યુઝર્સ ફેસબુક-ઈંસ્ટા પર સરકારી આઈડી કાર્ડ દ્વારા પોતાનું વેરિફિકેશન કરી શકશે. આ માટે તેઓએ પૈસા ચૂકવવા પડશે. વેબ માટે તેની કિંમત $11.99 એટલે કે 993 રૂપિયા રાખવામાં આવી છે.
Facebook Blue Badge : ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ પોતાના ખિસ્સા ભરવાની તૈયારી કરી લીધી છે. પહેલા ટ્વિટરના માલિક ઈલોન મસ્ક દ્વારા ટ્વિટરના બ્લૂ ટિક માટે પૈસા ખંખેરવાની જાહેરાત કરી હતી. હવે તેમના પગલે તાજેતરમાં જ મેટા કંપનીના માલિક માર્ક ઝકરબર્ગે બ્લુ બેજ વેરિફિકેશનની પ્રીમિયમ સેવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ ફેસબુક-ઈંસ્ટા પર સરકારી આઈડી કાર્ડ દ્વારા પોતાનું વેરિફિકેશન કરી શકશે. આ માટે તેઓએ પૈસા ચૂકવવા પડશે. વેબ માટે તેની કિંમત $11.99 એટલે કે 993 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે એન્ડ્રોઇડ અને iOS યુઝર્સે આ માટે $14.99 (રૂ. 1241) ખર્ચવા પડશે. હાલમાં આ સેવા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડથી શરૂ કરવામાં આવશે.
ભારતમાંથી થશે બમ્પર કમાણી
મેટાના બે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વિશે વાત કરીએ તો દેશમાં તેમના યુઝર્સની સંખ્યા લગભગ 55 કરોડ છે. મેટાએ બે યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં વેબ વપરાશકર્તાઓ પાસેથી દર મહિને $11.99 (રૂ. 993) અને iOS અને એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ પાસેથી $14.99 (રૂ. 1241) ચાર્જ કરવામાં આવશે. જો રૂ. 993 મુજબ જોવામાં આવે તો દેશમાં ફેસબુક-ઇન્સ્ટા યુઝર્સ વેરિફિકેશન કરાવે છે તો મેટાને દર મહિને રૂ. 546 અબજ 15 કરોડથી વધુનો નફો થશે. ભારતમાં સોશિયલ મીડિયાના 98% વપરાશકર્તાઓ સ્માર્ટફોન ધારકો છે. તેથી જો રૂ. 1241 મુજબ જોવામાં આવે તો ઝકરબર્ગ એકલા ભારતમાંથી દર મહિને રૂ. 682 અબજ 55 કરોડથી વધુની કમાણી કરશે.
ફેસબુક કરશે આટલી કમાણી
ફેસબુકના સૌથી વધુ યુઝર્સ ભારતમાં છે. સ્ટેટિસ્ટાના આંકડા અનુસાર ભારતમાં 329 મિલિયન લોકો એટલે કે લગભગ 32.9 કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. જો માત્ર ફેસબુક યુઝર્સ વેરિફિકેશન કરાવે તો પણ મેટાને દર મહિને રૂ. 993ના દરે ફી તરીકે રૂ. 317 અબજ 76 કરોડ મળશે. 1241 રૂપિયાના હિસાબે આ રકમ 397 અબજ 12 કરોડ રૂપિયા થશે. જો કે, તમામ વપરાશકર્તાઓ માટે વેરિફિકેશન કરાવવું ફરજિયાત નથી.
ઇન્સ્ટાગ્રામને પણ બલ્લે બલ્લે
ફેસબુકની જેમ ભારતમાં પણ ઈન્સ્ટાગ્રામના યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. જો આપણે ફેસબુકને છોડી દઈએને માત્ર ઈન્સ્ટાગ્રામની જ વાત કરીએ તો દેશમાં તેના યુઝર્સની સંખ્યા લગભગ 229 મિલિયન એટલે કે 22.9 કરોડ છે. આ દૃષ્ટિકોણથી રૂ. 993 મુજબ મેટાને એકલા ઇન્સ્ટાગ્રામથી રૂ. 228 અબજ 39 કરોડનો ફાયદો થશે. 1241 રૂપિયાના હિસાબે આ રકમ વધીને 285 અબજ 43 કરોડ રૂપિયા થશે.
જાહેરાત એ ફેસબુકની આવકનો મુખ્ય સ્ત્રોત
વેરિફિકેશન પ્લાનથી સમૃદ્ધ થવાનું સપનું જોઈ રહેલા Facebookના દુનિયાભરમાં લગભગ 291 કરોડ યુઝર્સ છે. તેમાં ભારત સૌથી આગળ છે. જ્યારે અમેરિકા બીજા નંબરે છે. અત્યાર સુધી ફેસબુકની કમાણીનું મુખ્ય માધ્યમ જાહેરાત છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ફેસબુક જાહેરાતોથી દર કલાકે 100 કરોડ રૂપિયાની કમાણી કરે છે. કંપનીની લગભગ 98% કમાણી આ માધ્યમથી આવે છે.