શોધખોળ કરો

Budget 2022 on App: હવે તમારા મોબાઇલ પર હિન્દી અથવા અંગ્રેજીમાં બજેટ વાંચો, સરકારે લોન્ચ કરી એપ

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યા પછી તરત જ લોકો આ એપ પર તેમની પસંદગીની ભાષા (હિન્દી અથવા અંગ્રેજી)માં બજેટ જોઈ શકશે.

Budget 2022: દેશનું બજેટ 1 ફેબ્રુઆરી 2022 ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવશે અને નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ બજેટ લોકો સુધી સરળતાથી સુલભ થાય તે માટે સરકારે પહેલ કરી છે.

સામાન્ય જનતાને બજેટની માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે સરકારે એક મોબાઈલ એપ લોન્ચ કરી છે. આ એપ પર સંપૂર્ણ બજેટ હિન્દી અને અંગ્રેજીમાં જોવાની સુવિધા હશે. આ અંગેની માહિતી ગઈકાલે ટ્વિટ દ્વારા પણ શેર કરવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યા પછી તરત જ લોકો આ એપ પર તેમની પસંદગીની ભાષા (હિન્દી અથવા અંગ્રેજી)માં બજેટ જોઈ શકશે. આ એપ્લિકેશનનું નામ યુનિયન બજેટ મોબાઈલ એપ છે. આ મોબાઈલ એપ્લિકેશન એપ પર યુઝર્સ તેમની સુવિધા અનુસાર હિન્દી અથવા અંગ્રેજીમાં બજેટ જોઈ શકશે.

એપ ક્યાં ડાઉનલોડ કરી શકાશે

બજેટ એપ http://indiabudget.gov.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ગૂગલ પ્લે સ્ટોર પર બજેટ સંબંધિત બીજી ઘણી એપ્સ છે, પરંતુ તમે સરકારની એપ પર જ સૌથી ભરોસાપાત્ર રીતે બજેટ એક્સેસ કરી શકો છો.

ડિજિટલ સંસદ એપ પર પણ માહિતી ઉપલબ્ધ થશે

તમે ડિજિટલ સંસદ એપ દ્વારા મોબાઈલ પર બજેટ 2022 લાઈવ પણ જોઈ શકશો. આ બીજી એપ છે જે તમને બજેટ સંબંધિત માહિતી આપી શકે છે. ડિજિટલ સંસદ એપ પર સંસદના બંને ગૃહોની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થશે, એટલે કે તમે આ એપ પર સામાન્ય બજેટને લાઈવ જોઈ શકશો. આના પર, 1947 થી અત્યાર સુધી બજેટ પર થયેલી તમામ ચર્ચાઓના અંશો પણ હાજર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget