શોધખોળ કરો

Budget 2024: NPS માં મળી શકે છે રાહત, બજેટમાં થઇ શકે છે આ મોટી જાહેરાત

Budget 2024: વચગાળાના બજેટમાં આ અંગે કેટલીક જાહેરાતો થવાની સંભાવના છે

Budget 2024: સરકાર 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે યોગદાન અને ઉપાડ પર ટેક્સ પ્રોત્સાહનો વધારીને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ને વધુ આકર્ષક બનાવી શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA એ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ (EPFO) સાથે એમ્પ્લોઇઝ દ્વારા યોગદાન માટે ટેક્સેશન મોરચા પર સમાનતાની વિનંતી કરી છે. વચગાળાના બજેટમાં આ અંગે કેટલીક જાહેરાતો થવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ તેમનું છઠ્ઠું બજેટ હશે.

શું હતી માંગ?

વર્તમાનમાં કર્મચારીઓ માટે ફંડ ડિપોઝિટ જનરેટ કરવામાં નોકરીદાતાઓના યોગદાનમાં અસમાનતા છે, જેમાં કોર્પોરેટ દ્ધારા બેઝિક સેલેરી તથા મોંઘવારી ભથ્થાના 10 ટકા સુધીના યોગદાનને એનપીએસ યોગદાન માટે કરમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે EPFOના કિસ્સામાં તે 12 ટકા છે.

ડેલોઇટની બજેટ અપેક્ષાઓ મુજબ, NPS માધ્યમથી લોંગટર્મ સેવિંગને વધારવા માટે અને 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે કરનો બોજ ઘટાડવા માટે NPS ના એન્યુટી પોર્શનને 75 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કરમુક્ત કરવામાં આવશે.

નાણાકીય સલાહકાર અને ઓડિટ સેવા આપતી કંપની ડેલોઈટના જણાવ્યા અનુસાર, NPS ને વ્યાજ અને પેન્શન સાથે સામેલ કરવામાં આવી શકે છે જેથી 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને NPSમાંથી પ્રાપ્ત આવક પર રિટર્ન ફાઈલ ન કરવું પડે. હાલમાં 60 ટકા એકસાથે વિડ્રોલ ટેક્સ ફ્રી છે.

નવી ટેક્સ સિસ્ટમમાં મળશે રાહત

નવી કર પ્રણાલી હેઠળ એનપીએસ કંન્ટ્રીબ્યૂશન માટે ટેક્સ છૂટ આપવાની પણ માંગ છે. હાલમાં, કલમ 80CCD (1B) હેઠળ NPSમાં કોઇ પણ વ્યક્તિને 50,000 રૂપિયા સુધીના યોગદાન પર જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ છૂટ મળે છે  પરંતુ નવી ટેક્સ સિસ્ટમમાં આ નથી. જૂની ટેક્સ સિસ્ટમમાં કલમ 80C હેઠળ ઉપલબ્ધ 1.5 લાખ રૂપિયાની કર રાહત કરતાં વધુ છે. સરકારી કર્મચારીઓ વિશે સરકારે ગયા વર્ષે પેન્શન સિસ્ટમની સમીક્ષા કરવા અને તેના સુધારણા માટેના પગલાં સૂચવવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનના નેતૃત્વ હેઠળ એક સમિતિની રચના કરી હતી. આ કમિટીએ હજુ સુધી પોતાનો રિપોર્ટ આપ્યો નથી.                                                           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું

ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી

US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ

લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
બગદાણા નવનીત બાલધિયા કેસમાં નવા જૂનીના એંધાણ,  માયાભાઈના દિકરા જયરાજ આહિરને SITનું તેડું
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
ટેરીફની ધમકીઓ વચ્ચે ટ્રમ્પને ડબલ ઝટકો, 27 દેશો ભારત સાથે કરશે મેગા ડિલ, ગ્રીનલેન્ડ મુદ્દે બઘડાટી
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
US Trade War: ટ્રમ્પની ટેરિફ બાજી ઉંધી પડી! ભારતે રસ્તો બદલી આ દેશો સાથે મિલાવ્યો હાથ, જુઓ લિસ્ટ
લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ
લગ્નસરા ટાણે જ ઝટકો: 22 કેરેટ સોનું ₹5,510 મોંઘું થયું! બજેટ ખોરવાયું, જુઓ આજના લેટેસ્ટ ભાવ
Stock Market Crash: સતત ત્રીજા દિવસે માર્કેટમાં હાહાકાર, 3 દિવસમાં 15 લાખ કરોડ સ્વાહા, જાણો કારણ 

Trump Davos Plane Glitch: US થી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી, અડધેથી પરત ફર્યા  

આનંદીબેનના દીકરી અનાર પટેલ સંભાળશે ખોડલધામ સંગઠનની કમાન, અધ્યક્ષ તરીકે પસંદગી

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, સેનાનું ટ્રેઈની વિમાન ક્રેશ થયું, VIDEO

Embed widget