Adani Port News: અદાણી પોર્ટની વૈશ્વિક કનેક્ટીવીમાં ઉમેરો, મુન્દ્રાને જોડશે ન્યુયોર્ક સાથે
આ નવી સેવાથી ભારત માટે વેપારની તકો અને આર્થિક વૃદ્ધિના દરવાજા ખોલવાની અપેક્ષા છે, બહેતર વ્યાપારિક સંબંધો અને લોજિસ્ટિકલ કાર્યક્ષમતાને પ્રોત્સાહન મળશે.
Adani Port: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની છે, APSEZના વ્યસ્ત અને વિશાળ મુંદ્રા પોર્ટ ખાતે આજે રોજ ઓશન નેટવર્ક એક્સપ્રેસ (ONE) લાઇનની WIN સેવાનું ઉદ્ઘાટન થયું જેના ભાગરૂપે આ સર્વિસનું આજે પ્રથમ જહાજ MV One Modern હેન્ડલ કરવામાં આવ્યું, આ નવી સર્વિસનો હેતુ અદાણી પોર્ટ મુંદ્રા અને હજીરા, ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે જોડાણ વધારવાનો છે, જે વધુ ફાસ્ટ અને કાર્યક્ષમ રીતે વિકલી સર્વિસ થકી વ્યાપારી કામગીરી વધારશે. આ સર્વિસ મુન્દ્રાને ન્યુયોર્ક, નોર્ફોક, સવાન્નાહ અને ચાર્લસ્ટન સાથે જોડે છે. પ્રથમ સફરમાં 3,855 TEUs એક્સચેન્જ થવા પામ્યા હતા.
ઉદઘાટન કાર્યક્રમમાં WIN સર્વિસના પ્રથમ જહાજ, MV One Modern ના આગમન દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યો હતો. આ સમારોહમાં કંપનીના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. અદાણી પોર્ટ્સ તરફથી, નોંધપાત્ર ઉપસ્થિતોમાં પોર્ટ્સના સીઈઓ પ્રણવ ચૌધરી, સુજલ શાહ, મુન્દ્રા અને તુણા પોર્ટના સીઈઓ; અને રક્ષિત શાહ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. વન લાઇન કંપની તરફથી સંદીપ સિબલ, પશ્ચિમ એશિયાના રિજનલ ડાયરેક્ટર અને મસાહિરો સાકીબુબો સાન, વન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ આ મહત્વપૂર્ણ ભાગીદારીની શરૂઆતના પ્રતીકરૂપે સ્મૃતિચિહ્નોની આપ-લે કરીને આ નવી સર્વિસની શરૂઆત કરી હતી.
ONE Line એ પ્રખ્યાત વૈશ્વિક શિપિંગ કંપની છે, જે વિશ્વનો 7મો સૌથી મોટો જહાજી બેડાનો કાફલો ધરાવે છે. તે એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં વ્યાપક વ્યાપારી સર્વિસ પ્રદાન કરે છે. અદાણી મુંદ્રા પોર્ટ પર WIN સેવાની રજૂઆત માત્ર નવા વાણિજ્યિક રૂટની સ્થાપનાને જ નહીં પરંતુ બાકીના વિશ્વ સાથે ભારતના દરિયાઈ વેપાર સંબંધોને વધારવામાં એક મોટું પગલું પણ દર્શાવે છે.
આ નવી સેવાથી ભારત માટે વેપારની તકો અને આર્થિક વૃદ્ધિના દરવાજા ખોલવાની અપેક્ષા છે, બહેતર વ્યાપારિક સંબંધો અને લોજિસ્ટિકલ કાર્યક્ષમતાને પ્રોત્સાહન મળશે. ઉમેરાયેલી કનેક્ટિવિટી ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે માલસામાનના સરળ અને વધુ વિશ્વસનીય પરિવહનને સરળ બનાવશે, જેનાથી નિકાસકારો, આયાતકારો અને વ્યાપક અર્થતંત્રને ફાયદો થશે.
અદાણી પોર્ટ મુંદ્રા ખાતે WIN સેવાની શરૂઆત એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે જે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધારવા, આર્થિક પ્રગતિને આગળ વધારવા અને વિશ્વના અન્ય દેશો સાથે સાથેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.