Aadhaar Card: આધાર કાર્ડની કોપી આપતા સમયે રહો સાવધાન, કેન્દ્ર સરકારે જાહેર કર્યું એલર્ટ
જો તમે પણ ક્યાંક તમારા આધાર કાર્ડની કોપી આપવામાં બેદરકારી દાખવો છો તો તમારે સરકારની જાહેર કરેલી આ ચેતવણીને ધ્યાનથી વાંચવી જોઇએ
નવી દિલ્હીઃ જો તમે પણ ક્યાંક તમારા આધાર કાર્ડની કોપી આપવામાં બેદરકારી દાખવો છો તો તમારે સરકારની જાહેર કરેલી આ ચેતવણીને ધ્યાનથી વાંચવી જોઇએ. આધાર કાર્ડ અંગે સરકારે તેની નવી માર્ગદર્શિકામાં લોકોને માત્ર Masked Aadhaar આપવા કહેવામાં આવ્યું છે.
aadhaar_official #AadhaarEssentials Download your #Aadhaar only from the official UIDAI portal: https://t.co/VRUcEKR5xl If you have used a public computer to download, don't forget to delete the downloaded file. #Aadhaar #UIDAI pic.twitter.com/QZEDaFq3OU
— Aadhaar (@UIDAI) May 27, 2022
આધારનો દુરુપયોગ થઈ શકે છે
સરકારનું કહેવું છે કે લોકોએ આધાર કાર્ડની ફોટોકોપી કોઈપણ સંસ્થાને ન આપવી જોઈએ, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. તેના બદલે તમે Masked Aadhaarનો ઉપયોગ કરી શકો છો.
જાણો શું છે Masked Aadhaar?
તમારો સંપૂર્ણ 12 અંકનો આધાર નંબર Masked Aadhaarમાં દેખાતો નથી. તેના બદલે તેમાં આધાર નંબરના માત્ર છેલ્લા ચાર અંક જ દેખાય છે. તમે તેને ઓનલાઈન પણ મેળવી શકો છો.
લાઇસન્સ વિનાના લોકો તમારું આધાર રાખી શકતા નથી
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પણ તેની નોટિસમાં સ્પષ્ટતા કરી છે કે નોન-લાઈસન્સ ધરાવતી ખાનગી સંસ્થાઓ તમારું આધાર કાર્ડ કલેક્ટ કરી શકે નહી. એટલું જ નહી તે પોતાની પાસે પણ રાખી શકતી નથી. જેમાં લાઇસન્સ વગરની હોટલ અને સિનેમા હોલનો સમાવેશ થાય છે. ફક્ત એવી ખાનગી સંસ્થાઓ જ તમારા આધાર કાર્ડની કોપી એકત્રિત કરી શકે છે જેણે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) પાસેથી આધાર માટે યુઝર લાઇસન્સ મેળવ્યું હોય.
સાયબર કાફેમાંથી ડાઉનલોડ કરશો નહીં
સરકારે લોકોને ચેતવણી આપી છે કે તેઓ પબ્લિક કોમ્પ્યુટર કે સાયબર કાફેમાંથી તેમની આધાર કોપી ડાઉનલોડ ન કરે. જો તેઓ કરે છે તો ખાતરી કરો કે ડાઉનલોડ કરેલ આધારની તમામ નકલો કાયમ માટે ડિલિટ કરી દેવામાં આવી હોય.
Masked Aadhaar કેવી રીતે ડાઉનલોડ કરવું
જો તમે Masked Aadhaar ડાઉનલોડ કરવા માંગો છો, તો તમે UIDAIની વેબસાઈટ પર જઈને 'Do You Want a Masked Aadhaar' વિકલ્પ પસંદ કરી શકો છો. અહીં જરૂરી વિગતો ભરીને Masked Aadhaar ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાય ડિજી લોકર અને mAadhaar નો વિકલ્પ પણ છે.
સલામત વિકલ્પ છે mAadhaar
UIDAI એ સ્માર્ટફોન યુઝર્સ માટે નવી મોબાઈલ એપ mAadhaar લોન્ચ કરી છે. તેને એન્ડ્રોઇડના પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. તમારી આધાર માહિતીને સુરક્ષિત રાખવા માટે એક વિશેષ સુવિધા ઉમેરવામાં આવી છે. એક આધાર નંબર સાથે આ એપ્લિકેશન એક સમયે માત્ર એક ફોન ડિવાઇસ પર સક્રિય રહે છે. આવી સ્થિતિમાં જો તમે તમારો ફોન બદલો છો તો નવા ડિવાઇસ પર એપ્લિકેશન સક્રિય થતાં જ તે જૂની ડિવાઇસ પર આપમેળે ડિએક્ટિવ થઇ જશે.