શોધખોળ કરો

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, આ કંપનીએ ઘટાડ્યા ભાવ

Edible Oil Price Update: ગયા અઠવાડિયે જ, કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ ઉદ્યોગો સાથે સંકળાયેલ સંસ્થાને ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે કહ્યું હતું.

Mother Dairy Cuts Edible Oil Prices: આગામી સપ્તાહથી, સરસવના તેલ અને અન્ય ખાદ્ય તેલના ભાવમાં વધુ ઘટાડો થવા જઈ રહ્યો છે. ધારા બ્રાન્ડના નામથી ખાદ્યતેલ વેચતી મધર ડેરીએ તેના તમામ ખાદ્ય તેલના ભાવમાં પ્રતિ લીટર રૂ. 10નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા ભાવ સાથે ખાદ્યતેલનો સ્ટોક આવતા સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ થશે.

મધર ડેરી દ્વારા ખાદ્યતેલના ભાવ ઘટાડવાના (Edible Oil Prices) નિર્ણયથી છેલ્લા ઘણા મહિનાઓથી મોંઘા ભાવથી પરેશાન સામાન્ય લોકોને મોટી રાહત મળશે. મે 2023ના પ્રથમ સપ્તાહમાં પણ મધર ડેરીએ સરસવના તેલ અને અન્ય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં ઘટાડા બાદ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ ઉદ્યોગ સંઘને તેના સભ્યોને ભાવમાં વધુ ઘટાડો કરવા જણાવ્યું હતું. સરકારે લીટરે 8 રૂપિયાથીથી 12 રૂપિયા ઘટાડવા કહ્યું હતું. જે બાદ મધર ડેરીએ આ નિર્ણય લીધો છે.

ગુરુવારે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, મધર ડેરીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ધારા ખાદ્ય તેલના તમામ પ્રકારોની મહત્તમ છૂટક કિંમત (MRP)માં 10 રૂપિયા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો અને સ્થાનિક સ્તરે સરસવ જેવા તેલીબિયાં પાકોની ઉપલબ્ધતામાં થયેલા સુધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં ઘટાડા સાથે સ્થાનિક બજારમાં સરસવની સારી ઉપલબ્ધતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાના રિફાઇન્ડ સોયાબીન તેલનો ભાવ પ્રતિ લીટર 140 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે રિફાઇન્ડ રાઇસ બ્રાન ઓઇલનો SRP ઘટાડીને 160 રૂપિયા કરવામાં આવ્યો છે. ધારાનું રિફાઇન્ડ વેજિટેબલ રૂ.200માં મળશે. ધારા કાચી ઘની સરસવનું તેલ રૂ.160 પ્રતિ લીટરમાં મળશે. મે મહિનામાં પણ મધર ડેરીએ ખાદ્ય તેલની એમઆરપીમાં 15 થી 20 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

જો કે સરકારની દરમિયાનગીરી બાદ કંપનીઓ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો કરી રહી છે. સરકારનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટવા છતાં પેક્ડ ખાદ્ય તેલના ભાવમાં તેટલો ઘટાડો થયો નથી.

આ પણ વાંચોઃ

500 રૂપિયાની નોટ પણ પાછી ખેંચાશે! શું 1000ની નોટો ફરી બહાર પાડવામાં આવશે? આરબીઆઈ ગવર્નરે આપી જાણકારી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Embed widget