શોધખોળ કરો

તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, આ ખાદ્ય વસ્તુ પર મોદી સરકારે રાતોરાત કસ્ટમ ડ્યૂટી વધારી દીધી

Edible Oil Duty: વિવિધ ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટી એવા સમયે વધારવામાં આવી છે, જ્યારે દેશમાં તહેવારોની સીઝન તેજ થવાની છે. આવામાં ખાદ્ય તેલોના ભાવમાં તેજી જોવા મળી શકે છે...

આગામી કેટલાક દિવસોમાં જોર પકડી રહેલી તહેવારોની સીઝનમાં સામાન્ય લોકોને ખાદ્ય તેલોની વધેલી કિંમતોથી પ્રભાવિત થવું પડી શકે છે. તહેવાર ટાણે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. ખરેખર સરકારે વિવિધ ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે. આની અસર કિંમતો પર દેખાઈ શકે છે.

આ તેલો પર વધારવામાં આવી કસ્ટમ ડ્યૂટી

ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક અહેવાલ અનુસાર, સરકારે ક્રૂડ અને રિફાઇન્ડ સનફ્લાવર ઑઇલ સહિત કેટલાક અન્ય ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટી વધારવાનો નિર્ણય લીધો છે. અહેવાલમાં નાણાં મંત્રાલયના એક નોટિફિકેશનના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે, ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઑઇલ, સોયાબીન તેલ અને સનફ્લાવર સીડ ઑઇલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટી (બીસીડી) વધારી દેવામાં આવી છે.

હવે આટલી થઈ ગઈ બેઝિક કસ્ટમ ડ્યૂટી

ક્રૂડ પામ ઑઇલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઑઇલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટીનો દર અત્યાર સુધી શૂન્ય હતો. એટલે કે આ તેલોની આયાત પર કોઈ કસ્ટમ ડ્યુટી લાગતી ન હતી. હવે તેને વધારીને 20 ટકા કરવામાં આવી છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર સીડ ઑઇલ, રિફાઇન્ડ પામ ઑઇલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પર બેઝિક કસ્ટમ ડ્યૂટીનો દર હવે વધારીને 32.5 ટકા કરી દેવામાં આવી છે. પહેલા આ દર 12.5 ટકા હતો. આ ફેરફારો આજે શનિવાર (14 સપ્ટેમ્બર)થી લાગુ થઈ ગયા છે.

આટલો થઈ જશે પ્રભાવી શુલ્ક દર

અહેવાલ અનુસાર, કસ્ટમ ડ્યૂટી વધારવાથી બધા સંબંધિત ખાદ્ય તેલો પર પ્રભાવી શુલ્કનો કુલ દર વધીને 35.75 ટકા થઈ ગયો છે. ક્રૂડ પામ ઑઇલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સનફ્લાવર સીડ ઑઇલ પર પ્રભાવી શુલ્કનો દર હવે 5.5 ટકાથી વધીને 27.5 ટકા થઈ ગયો છે. જ્યારે રિફાઇન્ડ સનફ્લાવર સીડ ઑઇલ, રિફાઇન્ડ પામ ઑઇલ અને રિફાઇન્ડ સોયાબીન તેલ પર પ્રભાવી શુલ્કનો દર હવે 13.75 ટકાથી વધીને 35.75 ટકા થઈ ગયો છે.

તહેવારોમાં વધી જાય છે તેલોનો વપરાશ વિવિધ ખાદ્ય તેલો પર કસ્ટમ ડ્યૂટીમાં એવા સમયે વધારો કરવામાં આવ્યો છે, જ્યારે આગામી કેટલાક દિવસોમાં દેશમાં તહેવારોનો સિલસિલો તેજ થવાનો છે. હાલ સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ચૂક્યો છે. આગામી મહિને એટલે કે ઑક્ટોબરની શરૂઆતમાં નવરાત્રિ અને દશેરા જેવા તહેવારો આવી રહ્યા છે. ત્યારબાદ ઑક્ટોબરના અંતમાં દિવાળીનો તહેવાર છે. તહેવારો દરમિયાન ખાદ્ય તેલોનો વપરાશ વધી જાય છે.

આ પણ વાંચોઃ

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે

IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ

દિલ્લીના કરોલબાગમાં  બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ

Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે

ABP Premium

વિડિઓઝ

Sabarkantha Accident|  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોતJammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગPager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp AsmitaAmbaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
દિલ્લીના કરોલબાગમાં  બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
દિલ્લીના કરોલબાગમાં બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ

Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી

IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ

આયુષ્યમાન કાર્ડમાં કેટલા લાખની સારવાર કરાવી ચૂક્યા છો તમે, આ રીતે જાણી શકશો

Embed widget