શોધખોળ કરો
સરકારે લીધો મોટો નિર્ણય, પાસપોર્ટ બનાવવા નહીં જરૂર પડે ઓરિજનલ ડોક્યુમેંટની જરૂર, શરૂ કરી આ ખાસ સર્વિસ
પાસપોર્ટ વિભાગે 13 ડોક્યુમેંટનું લિસ્ટ તૈયાર કર્યુ છે, જેને ડિજિટલ લોકર સાથે જોડવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, જન્મ પ્રમાણ પત્ર સહિતના ડોક્યુમેંટ સામેલ છે.

(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ પાસપોર્ટને એક મહત્વનો ડોક્યુમેંટ ગણવામાં આવે છે. વિદેશ જવા માટે સૌથી પહેલા આ ડોક્યુમેંટની જરૂર પડે છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ બનાવવાના નિયમને વધુ સરળ કરીને અરજીકર્તાઓને મોટી રાહત આપી છે. પાસપોર્ટ બનાવતી વખતે ઓનલાઈન અરજી કર્યા બાદ વેરિફિકેશનના સમયે ઓરિજનલ ડોક્યુમેંટ સાથે પાસપોર્ટ ઓફિસ જવું પડતું હતું. પરંતુ હવે તે ફરજિયાત નથી. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મની શરૂઆત કરી છે. વિદેશ મંત્રાલયના પાસપાર્ટ સેવા પ્રોગ્રામ માટે ડિજી લોકર પ્લેટફોર્મનું ઉદ્ધાટન કરતા વિદેશી રાજ્યમંત્રી મુરલીધરને કહ્યું કે, આનાથી નાગરિકોને ઘણી મદદ મળશે. સાથે જ કહ્યું કે હવે નાગરિકોને પાસપોર્ટ માટે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ લઈ જવાની જરૂર નથી. પાસપોર્ટ વિભાગે 13 ડોક્યુમેંટનું લિસ્ટ તૈયાર કર્યુ છે, જેને ડિજિટલ લોકર સાથે જોડવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ, જન્મ પ્રમાણ પત્ર, આર્મ લાયસન્સ, જાતિ પ્રમાણ પત્ર, વીમા પોલીસી, ધો 10નું રિઝલ્ટ, વીજળી બીલ તથા ટેલીફોન બીલ સામેલ છે. અરજીકર્તા ફોર્મ સબમિટ કરતી વખતે ડિજિટલ લોકરથી વેરિફિકેશનની મંજૂરી આપશે તો પાસપોર્ટ ઓફિસમાં વેરિફિકેશનના સમયે ઓરિજનલ દસ્તાવેજ લઇ જવાની જરૂર નહીં પડે. પાસપોર્ટ સેવા પ્રોગ્રામ દેશમાં પાસપોર્ટ સેવાઓના વિસ્તારની દિશામાં મોટુ પરિવર્તન લાવ્યુ છે. ગત 6 વર્ષમાં તેમાં ઘણુ મોટુ પરિવર્તન જોવા મળ્યું છે. દર મહિને પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. 2017માં પહેલીવાર એક મહિનામાં અરજી કરનારાઓની સંખ્યાએ એક મિલિયનનો આંકડો પાર કર્યો હતો પાસપોર્ટ સેવા પ્રોજેક્ટના માધ્યમથી સાત કરોડથી વધુ પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















