(Source: ECI/ABP News/ABP Majha)
માર્ચ મહિનામાં સોનું 1800 રૂપિયા ઘટ્યું, જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ શું છે ?
સોના પાછળ ચાંદીના ભાવ પણ વિશ્વ બજારમાં ઔંશના ૨૬.૨૬ પ્રતિ ઔંસ ડોલરની ચાંદી સાંજે ૨૫.૫૫ ડોલર પ્રતિ ઔંસ બોલાઈ હતી.
નવી દિલ્હીઃ છેલ્લા બે મહિનામાં સોનામાં સારો એવો ઘટાડો જોવા મળ્યો છે અને માર્ચ મહિનામાં જ સોનું 1800 રૂપિયા ઘટીને 46000 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે. સોનાની પાછલ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદી 1000 રૂપિયા ઘટીને 67000 રૂપિયાની અંદર આવી ગઈ છે. વૈશ્વિક સ્તરે નકારાત્મક સંકેતો અને ડોલર સામે રૂપિયો સુધરતા બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ ઝવેરી બજારમાં શુક્રવારે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૮૦૦ રૂપિયા ગબડી ૯૯.૫૦ના ભાવ ૪૫૮૦૦ રૂપિયા તથા ૯૯.૯૦ના ૪૬૦૦૦ રૂપિયાનાની નીચે ઉતરી ગયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ શુક્રવારે કિલોના ૧૦૦૦ તૂટી ૬૭૦૦૦ રૂપિયા બોલાયા હતા.
દરમિયાન વિશ્વ બજારમાં શુક્રવારે સોનાના ભાવ ઔંશના ૧૭૩૬થી ૧૭૩૭ ડોલરથી ઝડપી ગબડી નીચામાં ૧૭૦૦ ડોલર સુધી ગયા પછી સાંજે ૧૭૦૪થી ૧૭૦૫ ડોલર બોલાયા હતા. સોના પાછળ ચાંદીના ભાવ પણ વિશ્વ બજારમાં ઔંશના ૨૬.૨૬ પ્રતિ ઔંસ ડોલરની ચાંદી સાંજે ૨૫.૫૫ ડોલર પ્રતિ ઔંસ બોલાઈ હતી.
મુંબઈ ઝવેરી બજારમાં શુક્રવારે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના ૪૪૯૦૦ રૂપિયાવાળા ૪૪૧૫૪ રૂપિયા બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ ૪૫૧૦૦ રૂપિયાવાળા રૂ.૪૪૩૩૨ બંધ રહ્યા હતા. તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
મુંબઈમાં ચાંદીનો ભાવ શુક્રવારે જીએસટી વગર કિલોના 65841 રૂપિયાની સપાટીએ બંધ રહી હતી જ્યારે જીએસટી સાથેના ભાવમાં 3 ટકા ઉંચા રહ્યા હતા.