શોધખોળ કરો

Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ

iPhone 16: ભારતમાં iPhone 16નું વેચાણ આજથી શરૂ થઈ રહ્યું છે અને લોકો તેને ખરીદવા માટે મુંબઈના આ સ્ટોરની બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા છે.

iPhoneની નવી સીરિઝ લૉન્ચ થવા પર લોકો iPhone વિશે કેટલા ક્રેઝી છે તેની ઝલક તમે મેળવી શકો છો. આવું જ એક દ્રશ્ય શુક્રવારે મુંબઈના બીકેસીમાં એપલ સ્ટોરની બહાર જોવા મળ્યું હતું.  જ્યાં લોકોની લાંબી કતારો ઉભી હતી. ભારતમાં iPhone 16નું વેચાણ આજથી શરૂ થઈ રહ્યું છે અને લોકો તેને ખરીદવા માટે મુંબઈના આ સ્ટોરની બહાર કલાકો સુધી લાઇનમાં ઉભા છે.

iPhone 16 નો ક્રેઝ એટલો બધો છે કે અમદાવાદથી મુંબઈ પહોંચેલો એક વ્યક્તિ છેલ્લા 21 કલાકથી સ્ટોરની બહાર લાઇનમાં ઉભો રહ્યો હતો. અહીં લાઈન એટલી લાંબી છે કે ભીડને કાબૂમાં લેવા માટે ગાર્ડને ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

21 કલાક લાઈનમાં ઊભો રહ્યો

આઈફોન 16 ખરીદવા અમદાવાદથી મુંબઈ પહોંચેલા ઉજ્જવલ શાહે કહ્યું હતું, 'હું 21 કલાકથી લાઇનમાં ઊભો છું. ગઈકાલે સવારે 11 વાગ્યે સ્ટોર ખુલ્યો ત્યારથી હું અહીં છું. તે પછી આજે હું 8 વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર પ્રથમ વ્યક્તિ બનીશ. હું iPhone 16 ખરીદવા માટે આટલો ઉત્સાહિત અગાઉ ક્યારેય નહોતો જેટલો આજે છું.

આઇફોન 16 આઇફોન 15 સીરીઝ કરતા સસ્તો કેમ લોન્ચ થયો?

નવા iPhone 16ના ફિચર્સ વિશે વાત કરતા ઉજ્જવલે કહ્યું કે તેમાં આવેલું નવું કેમેરા બટન શાનદાર છે. આ સિવાય સ્ક્રીન મોટી છે અને ઝડપી વાયરલેસ ચાર્જર છે. Apple Intelligence IOC 16.1 સાથે આવશે. હું આ બધી બાબતોને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.

મુંબઈ આવવા વિશે ઉજ્જવલ કહે છે કે મુંબઈનો માહોલ સાવ અલગ છે, ફોનનો એક્સાઈટમેન્ટ એક છે, સ્ટોરનું એક્સાઈટમેન્ટ અલગ છે, એમાં ઘણી મજા છે. ગયા વર્ષે મેં 17 કલાક રાહ જોઈ હતી. આ વખતે મેં 21 કલાક રાહ જોઈ, જેથી કોઈ મને હરાવી ના શકે.

સુરતથી મુંબઈ પહોંચેલા ગ્રાહક અક્ષયે કહ્યું હતું કે  "હું સવારે 6 વાગ્યે આવ્યો હતો. મેં iPhone 16 Pro Max ખરીદ્યો હતો. મને iOS 18 ગમ્યું હતું અને ઝૂમ કેમેરાની ગુણવત્તા હવે સારી થઈ ગઈ છે, હું સુરતથી આવ્યો છું."

ચાર નવા ફોન લોન્ચ કરવામાં આવ્યા છે

કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં તમને ડિઝાઇનથી લઈને ફીચર્સ સુધી ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ જૂના આઇફોન કરતાં ઓછી કિંમતે નવો આઇફોન લોન્ચ કર્યો છે. ખાસ કરીને ભારતમાં આવું બન્યું છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષની સમાન કિંમતે તેના ફોન લોન્ચ કર્યા હતા.

iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર

MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા

કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસોAhmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાંSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાંHun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું

7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ
Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર

Embed widget