(Source: ECI/ABP News/ABP Majha)
Gold Import: ભારતમાં સોનાની માંગમાં જોરદાર ઘટાડો! સોનાની આયાત 32 મહિનાની નીચી સપાટીએ પહોંચી
ભારતમાં લોકો લગ્નની સિઝનમાં સોનાની ભારે ખરીદી કરે છે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં વિવાહિત યુગલને સોનું ગિફ્ટ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Gold Import: સ્થાનિક બજારમાં સોનાની કિંમતમાં વિક્રમી વૃદ્ધિ પછી જાન્યુઆરીમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો થયો છે (Gold Import Reduced in Jan). આ ઘટાડો 76 ટકા સુધી નોંધાયો છે. ગયા મહિને સોનાની આયાત 32 મહિનામાં સૌથી નીચી સપાટીએ રહી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સોનાની કિંમત જાન્યુઆરી મહિનામાં 58,900 રૂપિયાની નજીક પહોંચી ગઈ હતી. આવી સ્થિતિમાં સોનાની વધતી કિંમતોને કારણે લોકોએ સોનું ખરીદવામાં ઓછો રસ દાખવ્યો હતો. આવી સ્થિતિમાં દેશના જ્વેલર્સે પણ સોનાની ખરીદીમાં ઘટાડો કર્યો અને તેના કારણે સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો.
ભારતની વેપાર ખાધમાં ઘટાડો
ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સોનાનું બજાર છે. આવી સ્થિતિમાં સોનાની આયાતમાં ઘટાડાને કારણે દેશની કુલ આયાતમાં ઘટાડો થયો છે, જે અર્થતંત્રની દૃષ્ટિએ સારી ગણી શકાય. જાન્યુઆરીમાં ભારતમાં કુલ આયાત 697 મિલિયન ડોલર સુધી પહોંચી હતી. જ્યારે ગયા વર્ષે જાન્યુઆરીમાં તે $2.38 બિલિયન હતું. જ્યારે જાન્યુઆરી 2022માં કુલ 45 ટન સોનાની આયાત કરવામાં આવી હતી જે જાન્યુઆરી 2023માં ઘટીને 11 ટન થઈ ગઈ હતી.
લગ્નની સિઝનમાં સોનાની માગમાં ભારે ઉછાળો આવે છે
ભારતમાં લોકો લગ્નની સિઝનમાં સોનાની ભારે ખરીદી કરે છે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં વિવાહિત યુગલને સોનું ગિફ્ટ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે જ્વેલર્સને આશા હતી કે સરકાર સોનાની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરશે, પરંતુ સરકારે બજેટ 2023માં આ અંગે કોઈ જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં, નિષ્ણાતો કહે છે કે આનાથી દેશમાં સોનાની દાણચોરીના કેસમાં વધારો નોંધાશે. પરંતુ આ સાથે બુલિયન માર્કેટને આશા છે કે ફેબ્રુઆરીમાં સોનાની આયાતમાં વધારો નોંધાઈ શકે છે.
સોનાના ભાવમાં ઘટાડો
સોનામાં સતત ઘટાડા વચ્ચે શુક્રવાર (17 ફેબ્રુઆરી)ના રોજ ધાતુમાં જબરદસ્ત ઘટાડો થયો છે. વાયદા બજાર ખુલતાની સાથે જ સોનું 56,000ના સ્તરે આવી ગયું છે. સવારે ખુલ્યા બાદ MCX સોનું રૂ. 328 અથવા 0.58%ના ઘટાડા સાથે રૂ. 55,900 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. 16 ફેબ્રુઆરીએ સોનું રૂ. 56,228 પર બંધ થયું હતું. ગયા મહિનાના અંતે સોનું રૂ. 58,800ની સર્વકાલીન ટોચે પહોંચી ગયું હતું. પરંતુ યુએસ ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરમાં વધારાના સંકેત આપ્યા અને ફુગાવા અંગે રાહતના આંકડા રજૂ કર્યા ત્યારથી સોનું નબળું ચાલી રહ્યું છે.