(Source: ECI/ABP News/ABP Majha)
Gold Silver Price Today: સોનાના ભાવમાં ઘટાડો, ચાંદી થઈ મોંઘી, જાણો સોના-ચાંદીના આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારમાં હાજર સોનું 2.55 ડોલરના ઘટાડા સાથે 1713.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે.
Gold Silver Price Today: સોના અને ચાંદીના ભાવમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ફ્યુચર્સ માર્કેટમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું લગભગ 0.10 ટકા સસ્તું થયું છે અને ચાંદી લગભગ 0.5 ટકા મોંઘી થઈ છે.
MCX પર સોનાનો દર
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ગોલ્ડ ઓક્ટોબર ફ્યુચર્સ રૂ. 57 અથવા 0.11 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેમાં 50,472 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેપાર જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર જ ચાંદીના ડિસેમ્બર વાયદા રૂ. 270 અથવા 0.49 ટકાના ઉછાળા સાથે રહે છે. ચાંદીમાં 55,320 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કારોબાર જોવા મળી રહ્યો છે.
શુક્રવારે સોનું અને ચાંદી કેવી રીતે બંધ થયા
MCX પર સોનું ઓક્ટોબર ફ્યુચર્સ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એટલે કે શુક્રવારે રૂ. 50,529 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદીનો ડિસેમ્બર વાયદો રૂ.55,050 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીની ચાલ
વૈશ્વિક બજારમાં હાજર સોનું 2.55 ડોલરના ઘટાડા સાથે 1713.60 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ, કોમેક્સ પર ચાંદી 0.19 ટકા અથવા $0.03 વધીને $18.86 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો તેના માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. 'BIS કેર એપ' વડે ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ નહીં તપાસી શકો છો પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે. આ એપ (ગોલ્ડ) દ્વારા ગ્રાહકને તરત જ ફરિયાદ નોંધવાની માહિતી પણ મળશે.