
Gold Silver Price Hike: ઇઝરાયેલ-હમાસ યુદ્ધની અસર, 10 દિવસમાં સોનાના ભાવમાં 2200 રૂપિયાનો વધારો, ચાંદીમાં પણ ચળકાટ
Gold Price: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે.

Gold Silver Price Hikes: તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં વધારો થશે. ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધની અસર સોના ચાંદી બજારમાં પણ જોવા મળશે. જો કે માત્ર 10 જ દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 10 દિવસમાં 2200 રૂપિયાનો ધરખમ વધારો આવ્યો છે. હાલ સોનાનો ભાવ 60, 800 જ્યારે ચાંદીનો ભાવ 72,600 રૂપિયા છે.
જો આવનારા સમયની વાત કરીએ તો જિયો પોલિટિકલ ટેન્શન યથાવત રહે અથવા તો આવીને આવી પરિસ્થિતિ રહે તથા અન્ય કોઈ દેશ પણ યુદ્ધમાં સાથે જોડાય તો સોના અને ચાંદીમાં ચોક્કસથી તેજી આવી શકે છે. એક તરફ જિયો પોલિટિકલ ટેન્શન તો બીજી તરફ અમેરિકા અને યુરોપ જેવા દેશોની આર્થિક સ્થિતિની સમીક્ષા એટલે એમ કહી શકાય કે જો આવનારા સમયમાં યુએસએના વ્યાજ દરમાં વધારો થાય તો ભાવ નીચે આવે તેવી આશંકાઓ સેવાઇ પણ રહી છે.
સોનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય?
હાલ જે અશાંતિનો માહોલ છે આમને આમ રહેશે તો સોનાના ભાવ ચોક્કસથી વધશે એટલે હાલની પરિસ્થિતિ એ જો 61,000 થી 61,500 ની વચ્ચે સોનાના ભાવ કોર્ટ થાય તો ખરીદીનો શ્રેષ્ઠ સમય છે જ્યારે ચાંદીમાં પણ 72,000થી 73,000 ખરીદીનો શ્રેષ્ઠ સમય છે. પરંતુ આવીને આવી સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં સોના-ચાંદીની માંગ વધશે. હાલ તો અનુમાન એવું લગાવાઇ રહ્યું છે કે 61,000 થી 62000 ની વચ્ચે દિવાળીના સમયમાં સોનાના ભાવ થઈ શકે છે, જ્યારે ચાંદીમાં પણ 72,000 થી 75,000ની વચ્ચે ચાંદીના ભાવ થઈ શકે છે.
ભારતમાં તહેવારોની સીઝન (ફેસ્ટિવ સીઝન 2023) શરૂ થઈ ગઈ છે. નવરાત્રિથી લઈને ધનતેરસ અને દિવાળી સુધી લોકો સોનાની મોટાપાયે ખરીદી કરે છે. આ વર્ષે, સરકારે 1 જુલાઈ, 2023 થી સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે.
જ્વેલરી પર એકવાર હોલમાર્કિંગ થઈ જાય તો તે આજીવન માન્ય રહે છે. સરકારે 8 સપ્ટેમ્બર, 2023થી ગોલ્ડ જ્વેલરીમાં હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો લાગુ કર્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે હોલમાર્કિંગ શું છે અને સરકારે સોનાના દાગીના માટે તેને શા માટે ફરજિયાત બનાવ્યું છે. સરકારે 1 જુલાઈ, 2023થી સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. આવી સ્થિતિમાં હવે કોઈપણ પ્રકારનું સોનું ખરીદતી વખતે તેના પર હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર હોવો જરૂરી છે. હોલમાર્કિંગ દ્વારા એ જાણી શકાય છે કે સોનાની શુદ્ધતા શું છે. દરેક હોલમાર્કવાળી જ્વેલરીમાં 6 અંકનો HUID એટલે કે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન ડિજિટ હોય છે. આ અંક દ્વારા, તમે BIS કેર એપ દ્વારા ઓનલાઈન સોનાની શુદ્ધતા ચકાસી શકો છો.
BIS કેર એપ દ્વારા સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસવી - જો તમે તમારા સોનાની શુદ્ધતા તપાસવા માંગતા હો, તો તમે તેને BIS કેર એપ્લિકેશન દ્વારા ચકાસી શકો છો. - આ માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને એપ ડાઉનલોડ કરો. - અહીં તમે તમારી જરૂરિયાત મુજબ હિન્દી અથવા અંગ્રેજી ભાષા પસંદ કરી શકો છો. - આ પછી તમે ચેક લાયસન્સ વિગતોના વિકલ્પ પર જાઓ અને વેરીફાઈ એચયુઆઈડીનો વિકલ્પ પસંદ કરો. - આ પછી, અહીં HUID નંબર દાખલ કરો અને તમને થોડીવારમાં જ્વેલરી સંબંધિત તમામ વિગતો મળી જશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
