GST Collection: 1.73 લાખ કરોડને પાર પહોંચ્યું GST કલેક્શન
કેન્દ્ર સરકારે શનિવારે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ મે મહિનામાં GST રેવન્યુ કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું. વાર્ષિક ધોરણે આમાં 10 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે.
GST Collection: કેન્દ્ર સરકારે શનિવારે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કર્યા છે. આ મુજબ મે મહિનામાં GST રેવન્યુ કલેક્શન 1.73 લાખ કરોડ રૂપિયા હતું. વાર્ષિક ધોરણે આમાં 10 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. નેટ GST આવક પણ 6.9 ટકા વધીને રૂ. 1.44 લાખ કરોડ થઈ છે. ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધી કુલ GST રેવન્યુ કલેક્શન 3.83 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 11.3 ટકાનો વધારો થયો છે.
એપ્રિલ 2024ની સરખામણીમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે
જોકે, એપ્રિલ 2024ની સરખામણીમાં GST કલેક્શનમાં ઘટાડો થયો છે. એપ્રિલ 2024માં GST કલેક્શન રૂ. 2 લાખ કરોડને પાર કરી ગયું હતું. મે મહિનાના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ડેટા દર્શાવે છે કે સ્થાનિક વ્યવહારોમાં 15.3 ટકાનો વધારો થયો છે જ્યારે આયાતમાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. મે, 2024માં સેન્ટ્રલ GST (CGST) રૂપિયા 32,409 કરોડ, સ્ટેટ GST (SGST) રૂપિયા 40,265 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST (IGST) રૂપિયા 87,781 કરોડ અને સેસ રૂપિયા 12,284 કરોડ હતો. આમાં આયાતી સામાન પર લેવામાં આવેલ સેસનો પણ સમાવેશ થાય છે.
👉 Gross #GST revenue collection in May 2024 stands at ₹1.73 lakh crore; Records 10% y-o-y growth
— Ministry of Finance (@FinMinIndia) June 1, 2024
👉 ₹3.83 lakh crore gross #GST revenue collection in FY2024-25 (till May 2024) records 11.3% y-o-y growth
👉 Net Revenue (after refunds) grows 11.6% in FY 2024-25 (till May… pic.twitter.com/BcHLQbLR2U
નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં જીએસટીમાં વધારો થયો છે
જો આપણે નાણાકીય વર્ષ 2024માં જીએસટી કલેક્શન પર નજર કરીએ તો આ આંકડો 3.83 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નાણાકીય વર્ષના પ્રથમ બે મહિનામાં ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં સ્થાનિક વ્યવહારોમાં 14.2 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે આયાતમાં પણ 1.4 ટકાનો નજીવો વધારો થયો છે. રિફંડ આપ્યા પછી, નેટ GST આવક પણ 11.6 ટકા વધીને 3.36 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મે 2024માં, કેન્દ્ર સરકારે પણ રૂ. 67,204 કરોડના નેટ IGSTમાંથી રૂ. 38,519 કરોડ CGST અને રૂ. 32,733 કરોડ SGSTમાં સેટલ કર્યા હતા. આ સેટલમેન્ટ પછી, મે 2024માં CGST માટે કુલ આવક રૂ. 70,928 કરોડ અને SGST માટે રૂ. 72,999 કરોડ થશે.