શોધખોળ કરો

Rule Change: શું તમારી પાસે પણ છે HDFC Bankનું ક્રેડિટ કાર્ડ, એક ઓગસ્ટથી લાગુ થશે આ નવો નિયમ

જો તમારી પાસે દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કનું ક્રેડિટ કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે.

જૂલાઈ મહિનો પૂરો થઈ રહ્યો છે અને ઓગસ્ટની શરૂઆત થઈ રહી છે. આ સાથે 1 ઓગસ્ટ 2024થી ઘણા નાણાકીય ફેરફારો પણ જોવા મળશે. જો તમારી પાસે દેશની સૌથી મોટી ખાનગી બેન્ક HDFC બેન્કનું (HDFC Bank) ક્રેડિટ કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. વાસ્તવમાં મહિનાની પ્રથમ તારીખથી HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ (HDFC Bank Credit Card Rule Change)  સાથે સંબંધિત નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જે તમારા ખર્ચમાં વધારો કરશે.

ભાડાની ચૂકવણી પર 1 ટકાનો વધારાનો ચાર્જ

દેશમાં 1 ઓગસ્ટ, 2024થી અમલમાં આવનાર મોટા ફેરફારો પૈકી એક નાણા સંબંધિત છે. આનાથી HDFC બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા કાર્ડધારકોને અસર થશે. બેન્ક હવે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્સ દ્વારા કરવામાં આવતા તમામ રેન્ટલ ટ્રાજેક્શન પર એક ટકા વધારાનો ચાર્જ વસૂલશે. આ નિયમ PayTM, CRED, MobiKwik અને અન્ય થર્ડ-પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવા પર લાગુ થશે. બેન્ક દ્વારા પ્રતિ ટ્રાન્જેક્શનની મહત્તમ મર્યાદા 3,000 નક્કી કરવામાં આવી છે.

યુટિલિટીના ટ્રાન્જેક્શન પર આટલો ચાર્જ લાગશે

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર, યુટિલિટી ટ્રાન્જેક્શન પર વધારાનો ચાર્જ પણ લગાવવામાં આવી રહ્યા છે. જો કે 50,000 રૂપિયાથી ઓછી રકમના ટ્રાન્જેક્શન પર કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં, પરંતુ જો આવા પેમેન્ટની વેલ્યૂ 50,000થી વધુ હોય તો 1 ટકાનો ચાર્જ વસૂલવામાં આવશે, અહીં પણ પ્રતિ ટ્રાન્જેક્શન મર્યાદા 3,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

પેટ્રોલ અને ડીઝલ પર ફી વસૂલાશે, વીમા પેમેન્ટમાં છૂટ

ફ્યુઅલ ટ્રાન્જેક્શનને લઇને જે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, તે અંતર્ગત જો કાર્ડધારક 15,000 રૂપિયાથી ઓછું ફ્યુઅલ પેમેન્ટ કરે છે તો પછી કોઇ ફી વસૂલવામાં આવશે નહીં, પરંતુ તેનાથી વધુ ટ્રાન્જેક્શન માટે 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. વીમા પ્રીમિયમની ચુકવણી વિશે વાત કરીએ તો વીમા ચુકવણી પર કોઈ વધારાના ચાર્જ લાગશે નહીં.

શૈક્ષણિક પેમેન્ટમાં આ છે નવો નિયમ

થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રકારની એજ્યુકેશનલ પેમેન્ટ્સ પર પણ 1 ટકાના દરે ચાર્જ લેવામાં આવશે, જો કે, શૈક્ષણિક સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ અથવા POS મશીનો દ્વારા કરવામાં આવતી સીધી ચુકવણી પર આવો કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ ઉપરાંત ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ પેમેન્ટ્સને પણ આ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | અભિનેતા સલમાન ખાનની ફર્મના નામે 15 કરોડ વળતરની માંગણી કરી પૈસા પડાવવાના ખેલનો પર્દાફાશHun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel Iran Conflict Row: જાણો મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયેલ સાથે કયા કયા દેશો,કોણે છોડ્યો ઈરાનનો સાથ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?

IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

Embed widget