શોધખોળ કરો
Advertisement
દેશની આ જાણીતી બેંકે સ્માર્ટહબ મર્ચંટ સોલ્યુશન કર્યું લોન્ચ, જાણો શું છે વિશેષતા
આ વ્યાપક મર્ચંટ સોલ્યુશનની મદદથી બેંક આગામી 3 વર્ષમાં ભારતના મેટ્રો, અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 2 કરોડથી વધુ નાના અને મધ્યમ કદના વેપારીઓ તથા ડૉક્ટરો, ફાર્મસીઓ, સલૂન અને લૉન્ડ્રી સેવા જેવી વ્યાવસાયિક સેવાઓ સુધી પણ પહોંચી શકશે.
મુંબઈ: એચડીએફસી બેંકે મર્ચંટ્સ માટેના ભારતના પ્રથમ વ્યાપક બેંકિંગ અને પેમેન્ટ સોલ્યુશન સ્માર્ટહબ મર્ચંટ સોલ્યુશન 3.0 લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ સોલ્યુશનની મદદથી વેપારીઓ અને સ્વ-રોજગાર કરતાં વ્યાવસાયિકો તરત જ ચાલું ખાતું ખોલાવી શકશે અને તેઓ સ્ટોરમાં, ઓનલાઇન કે પછી મુસાફરી કરતી વખતે પણ ચૂકવણીઓ મેળવવાનું શરૂ કરી શકશે.
આ વ્યાપક મર્ચંટ સોલ્યુશનની મદદથી બેંક આગામી 3 વર્ષમાં ભારતના મેટ્રો, અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 2 કરોડથી વધુ નાના અને મધ્યમ કદના વેપારીઓ તથા ડૉક્ટરો, ફાર્મસીઓ, સલૂન અને લૉન્ડ્રી સેવા જેવી વ્યાવસાયિક સેવાઓ સુધી પણ પહોંચી શકશે.
મુંબઈમાં આયોજિત એક વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન વિઝાના ભારત અને દક્ષિણ એશિયાના ગ્રૂપ કન્ટ્રી મેનેજર શ્રી ટી. આર. રામચંદ્રનની સાથે એચડીએફસી બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, માર્કેટિંગ અને ડિજિટલ બેંકિંગના કન્ટ્રી હેડ શ્રી પરાગ રાવ દ્વારા આ મર્ચંટ સોલ્યુશન લૉન્ચ કરવામાં આવ્યું હતું.
વેપારીઓને સ્માર્ટ હબ 3.0 અનેકવિધ સ્વરૂપે ઉપલબ્ધ થશે, જેમ કે, એપ આધારિત, વેબ આધારિત અને પીઓએસ ડીવાઇઝની રેન્જ તરીકે. આ વ્યાપક સોલ્યુશન બિઝનેસમાં તેમના માટે કાર્યક્ષમતા સુધારશે. ઉદાહરણ તરીકે, ખાતાનું ડિજિટાઇઝેશન, કલેક્શનનું રીમાઇન્ડર ચાલું કરવું, ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ, બિલિંગ સોફ્ટવેર અને બેંકિંગની પૂર્વવિગતના આધારે વેપારીઓને ધિરાણ વગેરે.
સ્માર્ટ હબ મર્ચંટ સોલ્યુશન્સ 3.0ની મુખ્ય વિશેષતાઓ
- તાત્કાલિક ખાતું ખોલી શકાય છે અને મર્ચંટનું સેટઅપ થઈ શકે છે
- કોઇપણ મૉડ મારફતે પેમેન્ટનું કલેક્શન થઈ શકે છે, જેમ કે - ભારત ક્યૂઆર કૉડ, આધાર પે, યુપીઆઈ, એસએમએસ પે, ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ્સ અથવા કોઇપણ એપ મારફતે, જેમ કે, પેઝએપ, ગૂગલ પે
- 9 ભાષામાં કસ્ટમાઇઝ ઇન્ટરફેસ
- એસએમએસ, ઈ-મેઇલ અથવા વૉટ્સએપ દ્વારા ગ્રાહકને પ્રોડક્ટનું કેટલૉગ શૅર કરી શકાય છે
- લૉન અને ક્રેડિટ કાર્ડની ઑફરો જોઈ શકાય છે અને તેના માટે અરજી કરી શકાય છે
- તમામ જગ્યાએ ચૂકવણીઓ અને બાકી નાણાં માટે ડેશબૉર્ડનો એક જ વ્યૂ
- ચોક્કસ સેગમેન્ટ સંબંધિત મૂલ્યવર્ધિત સેવાઓ, જેમ કે, કરિયણાના વેપારીઓ માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, ઇલેક્ટ્રોનિકના વેપારીઓ માટે ઇએમઆઈ, ફાર્માસ્યુટિકલના વેપારીઓ માટે બિલિંગ, ઇન્વેન્ટરી અને રીમાઇન્ડર્સ વગેરે.
- આ સોલ્યુશન પર વેપારીઓ તેમનો પોતાનો કસ્ટમર લૉયાલ્ટી પ્રોગ્રામ પણ તૈયાર કરી શકે છે. તેઓ તેમના ગ્રાહકો માટે તેમની પોતાની ‘ડિસ્કાઉન્ટ્સ અને ઑફરો’ પણ શરૂ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion