ના, સામાન્ય રીતે એક-બે દિવસનો વિલંબ સિબિલ સ્કોર પર તરત અસર કરતો નથી. જોકે, જો બાકી રકમ લાંબા સમય સુધી જમા ન થાય તો બેંક ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ કરી શકે છે.
એક EMI ચુકી ગયા પછી કેટલા સમય બાદ ખરાબ થાય છે CIBIL સ્કોર? જાણીલો બેંકના નિયમો
EMI Delay Rules: માત્ર એક EMI ચુકી જવાથી CIBIL સ્કોર તરત જ ખરાબ થતો નથી. ચાલો જાણીએ કે કેટલી વિલંબ થયા પછી બેંકો બાકી લેણાંની માહિતી ક્રેડિટ બ્યુરોને મોકલે છે અને તેની સ્કોર પર શું અસર પડે છે.

- 1-2 દિવસ EMI વિલંબ CIBIL ને તરત અસર નથી કરતો.
- 30 દિવસથી વધુ વિલંબથી CIBIL સ્કોર ઘટી શકે.
- લાંબા સમય સુધી પેમેન્ટ બાકી રહેતા ક્રેડિટ પ્રોફાઈલ નબળી બને.
- સમયસર EMI ભરી CIBIL સ્કોર સુધારી શકાય છે.
CIBIL Score News: જો તમે કોઈ બેંક અથવા નાણાકીય સંસ્થા પાસેથી હોમ લોન, પર્સનલ લોન કે કાર લોન લીધી છે, તો સમયસર EMI ચૂકવવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. જોકે ઘણી વખત ટેકનિકલ ખામી, બેંક ખાતામાં ઓછું બેલેન્સ હોવાને કારણે અથવા અન્ય કોઈ કારણોસર નક્કી કરેલી તારીખે EMI કપાતો નથી. આવા કિસ્સાઓમાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું એક EMI ચુકી જતાં જ CIBIL સ્કોર તરત જ ખરાબ થઈ જાય છે?
પરંતુ રાહતની વાત એ છે કે એક-બે દિવસનો વિલંબ થાય તો સામાન્ય રીતે સિબિલ સ્કોર પર તેની તરત જ અસર પડતી નથી. પણ જો તમારી બાકી રકમ લાંબા સમય સુધી જમા ન થાય, તો આવી સ્થિતિમાં બેંક તેની માહિતી ક્રેડિટ બ્યુરોને મોકલી શકે છે, જેના પછી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે.
આ પણ વાંચો...Credit Card યૂર્ઝસનું મોત થાય તો કોણ ચૂકવશે બાકી બિલ? જાણો શું છે નિયમ
EMI મોડો થાય તો ક્યારે અસર પડે છે?
1 થી 7 દિવસનો વિલંબ: જો EMI થોડા દિવસોના વિલંબ પછી જમા થાય છે, તો સામાન્ય રીતે તેની સિબિલ સ્કોર પર સીધી અસર પડતી નથી. જોકે બેંક તમારી પાસેથી લેટ ફી, EMI બાઉન્સ ચાર્જ અને અન્ય પેનલ્ટી વસૂલી શકે છે.
30 દિવસનો વિલંબ: જો તમારો EMI 30 દિવસ કે તેથી વધુ સમય સુધી બાકી રહે છે, તો આવી સ્થિતિમાં બેંક તેની રિપોર્ટિંગ ક્રેડિટ બ્યુરોને કરી શકે છે. આ કિસ્સામાં તમારા CIBIL સ્કોરમાં 50 થી 100 પોઈન્ટ સુધીનો ઘટાડો આવી શકે છે. જેથી તમને ભવિષ્યમાં લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવામાં ઘણી મુશ્કેલીઓ પડી શકે છે.
60 થી 89 દિવસના વિલંબ પર શું થાય છે?
જો તમે સતત પેમેન્ટમાં વિલંબ કરો છો, તો આવી સ્થિતિમાં તમારી ક્રેડિટ પ્રોફાઈલ વધુ નબળી પડી જાય છે. આ દરમિયાન બેંક અને રિકવરી એજન્સીઓ બાકી પેમેન્ટ માટે તમારો સંપર્ક કરવાનું શરૂ કરી શકે છે.
બેંકો કેવી રીતે કરે છે રિપોર્ટિંગ?
બેંકો દર મહિને એક નક્કી કરેલી રિપોર્ટિંગ સાઈકલ મુજબ ગ્રાહકોની પેમેન્ટ હિસ્ટ્રી ક્રેડિટ બ્યુરોને મોકલે છે. જો 30 દિવસનું ચક્ર પૂરું થતાં પહેલાં બાકી રકમ જમા કરી દેવામાં આવે, તો ઘણા કિસ્સાઓમાં CIBIL સ્કોર ઘટી જવાથી બચાવી શકાય છે.
ખરાબ સિબિલ સ્કોર કેવી રીતે સુધારવો?
- તમામ EMI અને ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો.
- બાકી રકમ શક્ય તેટલી વહેલી તકે ક્લિયર કરો.
- ઓટો-ડેબિટ અથવા રિમાઇન્ડર સેટ કરીને EMI મિસ થવાથી બચો.
Frequently Asked Questions
શું એક EMI ચૂકવવાનું ચુકી જવાથી CIBIL સ્કોર તરત ખરાબ થાય છે?
EMI કેટલા દિવસ મોડો થાય તો CIBIL સ્કોર પર અસર પડે છે?
જો તમારો EMI 30 દિવસ કે તેથી વધુ સમય સુધી બાકી રહે છે, તો બેંક ક્રેડિટ બ્યુરોને રિપોર્ટ કરી શકે છે. આનાથી તમારા CIBIL સ્કોરમાં 50 થી 100 પોઈન્ટનો ઘટાડો આવી શકે છે.
ખરાબ CIBIL સ્કોરને કેવી રીતે સુધારી શકાય છે?
તમામ EMI અને ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવો અને બાકી રકમ શક્ય તેટલી વહેલી તકે ક્લિયર કરો. ઓટો-ડેબિટ સેટ કરીને EMI મિસ થવાથી બચી શકાય છે.
જો EMI 60 થી 89 દિવસ મોડો થાય તો શું થાય છે?
જો EMI 60 થી 89 દિવસ મોડો થાય, તો તમારી ક્રેડિટ પ્રોફાઈલ વધુ નબળી પડે છે. બેંક અને રિકવરી એજન્સીઓ બાકી પેમેન્ટ માટે તમારો સંપર્ક કરવાનું શરૂ કરી શકે છે.






















