Income Tax News: કરદાતાઓ માટે ખુશખબર! આ જરૂરી કામ માટે લંબાવવામાં આવી તારીખ
Income tax news: આવકવેરા વિભાગે કરદાતાઓને રાહત આપતા વેરિફિકેશનની સમયમર્યાદા લંબાવી છે.
Income Tax News: જે કરદાતાઓએ હજુ સુધી આકારણી વર્ષ 2020-21 માટે તેમના આવકવેરા રિટર્નનું ઈ-વેરિફિકેશન કર્યું નથી, તેઓ 28 ફેબ્રુઆરી 2022 સુધીમાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આવકવેરા વિભાગે કરદાતાઓને રાહત આપતા વેરિફિકેશનની સમયમર્યાદા લંબાવી છે.
જાણો શું છે ઈ-વેરિફિકેશન
કાયદા મુજબ, ડિજિટલ હસ્તાક્ષર વિના ઈલેક્ટ્રોનિક રીતે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે આધાર OTP, નેટબેંકિંગ, ડીમેટ એકાઉન્ટ દ્વારા મોકલવામાં આવેલ કોડ, પ્રી-વેલિડેટેડ બેંક એકાઉન્ટ અથવા ATMની ચકાસણી જરૂરી છે. આવકવેરા રિટર્ન ફાઈલ કર્યાના 120 દિવસની અંદર આ વેરિફિકેશન કરવું જરૂરી છે.
રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઇ-વેરિફિકેશન જરૂરી છે
આ ઉપરાંત, કરદાતાઓ ITRની ફિઝિકલ કોપી બેંગ્લોરમાં સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર-સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPC) ઓફિસમાં મોકલીને વેરિફિકેશન પણ કરી શકે છે. જો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય તો એવું માનવામાં આવે છે કે રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી.
ટ્વીટ દ્વારા માહિતી આપવામાં આવી
આવકવેરા વિભાગે 28 ડિસેમ્બરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે અને ટ્વીટમાં આપેલી લિંક પર જઈને તેના વિશેની વિસ્તૃત વિગતો જોઈ શકો છો. આ નોટિફિકેશનના અંતમાં કહેવામાં આવ્યું છે કે જો ઈ-વેરિફિકેશનની પ્રક્રિયા 28 ફેબ્રુઆરી 2022 સુધી પૂર્ણ નહીં થાય તો આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ માહિતી નાણા મંત્રાલય, મહેસૂલ વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા સંયુક્ત રીતે આપવામાં આવી છે.
CBDT provides one-time relaxation for verification of e-filed ITRs for AY 2020-21 which are pending for verification due to non-submission of ITR-V form or pending e-Verification.
— Income Tax India (@IncomeTaxIndia) December 28, 2021
Circular No.21/2021 dated 28/12/2021 issued & is available on:https://t.co/TVbE7NJquy