શોધખોળ કરો

IT Return: શું તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી શક્યા નથી? જાણો હવે તમારી પાસે શું વિકલ્પ બચ્યા છે? કેટલો થશે દંડ?

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સાંજે 6 વાગ્યા સુધી 1.78 કરોડથી વધુ સફળ લોગિન થયા છે

નાણાકીય વર્ષ 2022-23 માટે ITR રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 સુધી લગભગ 6.5 કરોડ લોકોએ તેમના રિટર્ન ફાઈલ કર્યા હતા. સોમવારે સાંજે 6 વાગ્યા સુધી 36.91 લાખ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સાંજે 6 વાગ્યા સુધી 1.78 કરોડથી વધુ સફળ લોગિન થયા છે.

આવકવેરા વિભાગ દ્વારા એક ટ્વીટમાં જણાવાયું છે કે, "આજની તારીખ (31 જુલાઈ) સુધીમાં 6.5 કરોડથી વધુ ITR ફાઇલ કરવામાં આવ્યા છે, જેમાંથી આજે સાંજે 6 વાગ્યા સુધી લગભગ 36.91 લાખ ITR ફાઇલ કરવામાં આવ્યા છે." પગારદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ કે જેમને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી તેમના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ સોમવારે મધ્યરાત્રિએ સમાપ્ત થઈ હતી.  ગયા વર્ષે 31 જુલાઈ સુધીમાં લગભગ 5.83 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે અમારું હેલ્પડેસ્ક ITR ફાઇલિંગ, ટેક્સ પેમેન્ટ અને અન્ય સંબંધિત સેવાઓમાં કરદાતાઓને મદદ કરવા માટે 24×7 ધોરણે કામ કરી રહ્યું છે અને અમે કૉલ્સ, લાઇવ ચેટ, વેબેક્સ સેશન્સ અને સોશિયલ મીડિયા દ્વારા સહાયતા આપી રહ્યા છીએ.

જેઓ 31મી જૂલાઈ સુધી ITR ફાઈલ કરી શક્યા નથી તેમનું શું થશે?

નાણાકીય વર્ષ 2022-23 અથવા મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ સમાપ્ત થઈ ગઈ છે. જે વ્યક્તિઓ અથવા સંસ્થાઓને તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી તેમના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2023 ની મધ્યરાત્રિ સુધી હતી. હવે મોટો પ્રશ્ન એ છે કે જે લોકો છેલ્લી તારીખ સુધી પણ ITR ફાઇલ કરી શક્યા નથી તેમનું શું થશે? જેમણે અત્યાર સુધી કોઈ કારણસર ITR ફાઈલ નથી કર્યું તેઓ હજુ પણ રિટર્ન ફાઈલ કરી શકે છે પરંતુ હવે છેલ્લી તારીખ પછી તેમને 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 234F મુજબ કરદાતાઓ દંડની સાથે 31 ડિસેમ્બર, 2023 સુધી તેમનો ITR ફાઇલ કરી શકશે. જોકે, અહીં રાહતની વાત એ છે કે જો કરદાતાની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો તેણે માત્ર એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. જે કરદાતાઓની આવક મૂળભૂત મુક્તિ મર્યાદા એટલે કે રૂ. 2.5 લાખ કરતાં ઓછી છે તેમણે 31મી ડિસેમ્બર સુધી તેમની ITR ફાઇલ કરતી વખતે કોઈ લેટ ફી ચૂકવવાની રહેશે નહીં.

કરપાત્ર આવક પર કોણે વ્યાજ ચૂકવવું પડશે?

આવકવેરા વિભાગ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે કરપાત્ર રકમ પર દર મહિને 1 ટકાના દરે વ્યાજ વસૂલે છે. કરદાતાઓએ TDS (સ્રોત પર કર કપાત), TCS (સ્ત્રોત પર કર વસૂલ કરવામાં આવ્યો), એડવાન્સ ટેક્સ અને કાયદા હેઠળ ઉપલબ્ધ અન્ય રાહતો/ટેક્સ ક્રેડિટ્સ બાદ કરપાત્ર આવક પર વ્યાજ ચૂકવવું પડશે. આ કિસ્સામાં જો એક દિવસનો વિલંબ થાય તો પણ આખા મહિના માટે વ્યાજ વસૂલવામાં આવશે. સમયમર્યાદા સુધીમાં ટેક્સ રિટર્ન ન ભરવાથી ભવિષ્યના વર્ષોમાં પણ નુકસાન થશે. જો કે, "હાઉસ પ્રોપર્ટીમાંથી આવક" અથવા અશોષિત અવમૂલ્યન શીર્ષક હેઠળ નુકસાનને આગળ ધપાવવાની મંજૂરી આપવામાં આવશે. નાણાકીય દંડ ઉપરાંત, ટેક્સ આઇટી રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળતા પણ કેદ તરફ દોરી શકે છે. 25,000 રૂપિયાથી વધુની કરચોરી અથવા કર જવાબદારીના કિસ્સામાં રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે 6 મહિનાથી 7 વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે.

જો રિટર્ન મોડું ફાઈલ કરવામાં આવે તો રિફંડ મેળવવામાં વિલંબ થઈ શકે?

કરદાતા આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી જ કાપવામાં આવેલા વધારાના ટેક્સ માટે તેના રિફંડનો દાવો કરી શકે છે. કરદાતાઓ આવા વધારાના કપાત પર વ્યાજ મેળવવાને પાત્ર છે જો તેઓ રિટર્ન ફાઇલ કરવા માટે નિયત સમયપત્રકનું પાલન કરે. સમયસર ITR ફાઈલ ન કરવાથી રિફંડ માટે લાંબી રાહ જોવાઈ શકે છે અથવા ટેક્સ રિફંડ મેળવવામાં પણ નુકસાન થઈ શકે છે.

જો કરદાતા ઇરાદાપૂર્વક આવકવેરા રિટર્ન ફાઇલ ન કરે તો શું થાય છે?

જો કરદાતા તેના આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળ જાય તો કલમ 270A મુજબ ઓછી નોંધાયેલી આવકના 200 ટકા જેટલી પેનલ્ટી વસૂલવામાં આવશે. આ સિવાય જો કોઈ વ્યક્તિ આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળ્યા બાદ પણ જાણીજોઈને પોતાનું રિટર્ન ફાઈલ કરવામાં નિષ્ફળ જાય છે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
PLFS Report 2024:  શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
PLFS Report 2024: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Embed widget