શોધખોળ કરો

Tax Rule Changes: આવકવેરો, STT, TDS રેટ, આધાર કાર્ડ અંગે 1 ઓક્ટોબર 2024થી આ નિયમો બદલાઈ જશે

TDS Rate Changes: નાણાં મંત્રીએ 2024 25 માટે બજેટ રજૂ કરતી વખતે કર સંબંધિત નિયમોમાં ઘણા ફેરફારો કર્યા હતા જે 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવવાના છે.

Tax Rule Change from 1st October 2024: મંગળવાર 1 ઓક્ટોબર 2024થી શેર બજાર (સ્ટોક માર્કેટ)માં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ (F&O ટ્રેડિંગ) પર લાગતા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT), TDS દર, ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ યોજના 2024માં કરાયેલા ફેરફારો લાગુ થવાના છે જેની જાણકારી તમારા માટે અત્યંત જરૂરી છે. નાણાકીય વર્ષ 2024 25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા સંબંધિત ઘણા ફેરફારોની જાહેરાત કરી હતી જે 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવશે.

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારો

નાણાં મંત્રીએ બજેટ રજૂ કરતી વખતે શેરોના ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (Securities Transaction Tax)માં વધારાની જાહેરાત કરી હતી. STTને વર્તમાન સ્તર 0.1 ટકાથી વધારીને 0.02 ટકા કરી દેવામાં આવ્યો છે જે 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. એટલે કે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ કરવા પર રોકાણકારોએ વધુ કર ચૂકવવો પડશે. ફાઇનાન્સ બિલના પસાર થવા સાથે આ આવકવેરામાં આ સુધારો પસાર થઈ ગયો હતો.

શેરોના બાયબેક પર કર

1 ઓક્ટોબર 2024થી શેરોના બાયબેક પર શેરધારકોએ શેરોના સરેન્ડર કરવા પર તેનાથી થતા નફા પર કર ચૂકવવો પડશે જેમ ડિવિડન્ડ પર કર આપવો પડે છે. રોકાણકારોએ શેર ખરીદવા પર જે ખર્ચ આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને કેપિટલ ગેઇન અથવા લોસને ધ્યાનમાં લેવામાં આવશે. આનાથી રોકાણકારો પર કરનો બોજો વધશે.

ફ્લોટિંગ રેટ બોન્ડ TDS

બજેટમાં એ જાહેરાત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના બોન્ડ અથવા ફ્લોટિંગ રેટ વાળા બોન્ડ પર 1 ઓક્ટોબર 2024થી 10 ટકાના દરે TDS કપાત કરવામાં આવશે જે લાગુ થવા જઈ રહ્યો છે. આ ફેરફાર હેઠળ બોન્ડમાં રોકાણથી થતી કમાણી 10,000 રૂપિયાથી વધુ છે તેના પર 10 ટકાના દરે TDSની ચુકવણી કરવી પડશે. પરંતુ 10,000 રૂપિયાથી ઓછી કમાણી થવા પર કોઈ TDS આપવો પડશે નહીં.

TDS દરો સાથે સંબંધિત ફેરફારો

સંસદમાં ફાઇનાન્સ બિલના પસાર થવા સાથે TDS દરોમાં ફેરફારને મંજૂરી મળી ગઈ હતી જે 1 ઓક્ટોબર 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. આવકવેરાના સેક્શન 194DA, 194H, 194 IB, 194M હેઠળ TDS દરને ઘટાડીને 5 ટકાથી 2 ટકા કરી દેવામાં આવ્યો છે. ઈ કોમર્સ ઓપરેટર્સ માટે TDS દરને ઘટાડીને 1 ટકાથી 0.1 ટકા કરી દેવામાં આવ્યો છે. CBDTએ જાહેરાત કરી છે કે આવકવેરા સાથે સંબંધિત પેન્ડિંગ કેસોના સેટલમેન્ટ માટે ડાયરેક્ટ ટેક્સ વિવાદ સે વિશ્વાસ યોજના 2024 1 ઓક્ટોબર 2024થી અમલમાં આવી જશે.

આધાર સાથે સંબંધિત ફેરફારો

PAN (પેન)ના ખોટા ઉપયોગ અને ડુપ્લિકેશનને રોકવા માટે 1 ઓક્ટોબર 2024થી તે જોગવાઈઓ લાગુ નહીં રહે જેમાં આવકવેરા રિટર્ન અથવા PAN માટે અરજી કરતી વખતે આધાર નંબરની જગ્યાએ આધાર એનરોલમેન્ટ ID આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ

કેબીસીમાં એક કરોડ રૂપિયા જીત્યો વ્યક્તિ, પણ ખાતામાં કેટલા આવશે?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget