સસ્તા થશે પેટ્રોલ-ડીઝલ! જાણો મોદી સરકારે શું કર્યો છે મોટો ફેંસલો
Petrol Diesel Price to Decline: કેન્દ્ર સરકારે તેમના ઈમરજન્સી સ્ટ્રેટજિક રિઝર્વથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ બજારમાં ઉતારવાનો ફેંસલો કર્યો છે.
Petrol Diesel Price to Decline: આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. કેન્દ્ર સરકારે પોતાના ઈમરજન્સી સ્ટ્રેટજિક રિઝર્વથી 5 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ બજારમાં વેચવાનો ફેંસલો કર્યો છે. સરકારના આ પગલાથી ક્રૂડ ઓઈલની કિંમત ઘટવાની શક્યતા છે.
38 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ છે Strategic Reserve
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત પાસે 38 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ થછે. જે દેશના પૂર્વ અને પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ સ્ટોર કરવામાં આવ્યું છે. જેમાંથી 5 મિલિયન બેરલ ઓઈલ આગામી 7 થી 10 દિવસની અંદર બજારમાં ઉતારવામાં આવશે. આ પહેલા અમેરિકા, જાપાન અને કેટલાક દેશોએ ક્રૂડ ઓઈલની વધતી કિંમતને ધ્યાનમાં લઈ સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી ક્રૂડ ઓઈલ બજારમાં વેચવાનો ફેંસલો કર્યો છે. આ દેશોના આ ફેંસલા બાદ ક્રૂડ ઓઈલની વધતી કિંમત પર નિયંત્રણ આવ્યું છે.
પાઈપ લાઈન દ્વારા થશે સપ્લાઈ
કેન્દ્ર સરકાર સ્ટ્રેટેજિક રિઝર્વમાં સંગ્રહીને રાખવામાં આવેલું ક્રૂડ ઓઈલ મેંગલોર રિફાઈનરી અને પેટ્રોકેમિકલ્સ તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને વેચશે. આ બંને કંપનીની રિફાઈનરી રિઝર્વથી પાઈપલાઈન સાથે જોડાયેલી છે.
India plans to release about 5 million barrels of crude oil from strategic reserves. It will be released in 7 days. Some other countries are also likely to come with such measures to cool off crude oil prices in International Market: Sources
— ANI (@ANI) November 23, 2021
જરૂર પડશે તો વધારેશ સપ્લાઈ
સરકારે સંકેત આપ્યો છે કે જરૂર પડશે તો સરકાર આ સ્ટ્રેટેજિક રિઝર્વથી વધુ ક્રૂડ ઓઈલ બજારમાં વેચી શકે છે. તેનાથી આમ આદમીને મોંઘા ઈંધણના મારથી રાહત મળશે.