શોધખોળ કરો

ભારતમાં હવે પેટ્રોલને બદલે દારૂથી ચાલશે કાર! ઓઈલ સંકટ વચ્ચે સરકાર લાવવા જઈ રહી છે E85 ફ્યુઅલ

E85 petrol India: E85 ફ્યુઅલમાં 85 ટકા આલ્કોહોલ અને 15 ટકા પેટ્રોલ હશે, નવા ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં જ થશે ઉપયોગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતમાં E85 ફ્યુઅલ લાવવાની તૈયારી, પેટ્રોલ સાથે આલ્કોહોલનો ઉપયોગ.
  • E85 ફ્યુઅલમાં 85% ઈથેનોલ અને 15% પેટ્રોલનું મિશ્રણ હશે.
  • આ ફ્યુઅલ શેરડી, ઘઉં જેવા અનાજમાંથી બનશે, આયાત ઘટાડશે.
  • E85 માટે ખાસ 'ફ્લેક્સ-ફ્યુઅલ' એન્જિન વાળી કારની જરૂર પડશે.

E85 petrol India: વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઈલના જહાજો ફસાયા છે, જેનાથી સર્જાયેલી તેલની અછત વચ્ચે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. હવે દેશમાં વાહનો પેટ્રોલની સાથે દારૂ (આલ્કોહોલ/ઈથેનોલ) થી પણ દોડશે. E20 (20 ટકા ઈથેનોલ) ની સફળતા બાદ હવે સરકાર જલ્દી જ E85 (85 ટકા ઈથેનોલ) ફ્યુઅલ લાવવાની તૈયારી કરી રહી છે. આના માટે કારના એન્જિનમાં થોડા ફેરફાર કરવા પડશે અને થોડા જ વર્ષોમાં આ નવી 'ફ્લેક્સ ફ્યુઅલ' ટેકનોલોજી વાળી કાર રસ્તાઓ પર જોવા મળશે.

શું છે આ E85 ફ્યુઅલ?

E85 અથવા તો ફ્લેક્સ ફ્યુઅલ (Flex Fuel) એક એવું ખાસ ઈંધણ છે જેમાં 85 ટકા ઈથેનોલ (આલ્કોહોલ) અને માત્ર 15 ટકા જ પેટ્રોલ હશે. આ પ્રસ્તાવ 2016 માં જ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ગ્લોબલ ઓઈલ ક્રાઈસિસને જોતા તેના પર કામ ખૂબ જ ઝડપી બન્યું છે. ઈથેનોલ આપણા દેશમાં જ ખેડૂતો દ્વારા પકવવામાં આવતા શેરડી, ઘઉં અને અન્ય અનાજમાંથી બનાવવામાં આવે છે. આનાથી આપણે મોંઘા વિદેશી ક્રૂડ ઓઈલ પર ઓછો આધાર રાખવો પડશે અને દેશના પૈસા દેશમાં જ રહેશે.

સરકારની તૈયારીઓ અને ડ્રાફ્ટ તૈયાર

મીડિયા રિપોર્ટ્સ અને કેટલાક સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરકાર આ યોજના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 'ધ હિન્દુ' અને 'ET Now' ના રિપોર્ટ્સ મુજબ, જલ્દી જ E85 ફ્યુઅલના નિયમોનો ડ્રાફ્ટ પણ બહાર પાડવામાં આવશે. હાલમાં સરકાર અને બજાર વચ્ચે આ અંગે સહમતિ બની ગઈ છે અને તેનું પ્રાથમિક ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 1 એપ્રિલથી તમામ રાજ્યોમાં E20 પેટ્રોલ (જેમાં 20 ટકા ઈથેનોલ હોય છે) નું વેચાણ તો પહેલેથી જ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, હવે E85 ને તેનાથી અલગ ફ્યુઅલ ગ્રેડ તરીકે લોન્ચ કરાશે.

જૂની કારમાં વાપરી શકાશે? જાણો એન્જિનના પડકારો

જોકે, અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે તમે તમારા જૂના કે સામાન્ય વાહનોમાં આ E85 ફ્યુઅલ નહીં વાપરી શકો. આ ફ્યુઅલ માટે ખાસ પ્રકારના 'ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન' ની જરૂર પડે છે. જો તમે સામાન્ય (નોન-ફ્લેક્સ) એન્જિનમાં આ 85 ટકા આલ્કોહોલ વાળું ફ્યુઅલ નાખશો, તો એન્જિનમાં કાટ લાગી શકે છે, રબરની પાઈપો અને સીલને નુકસાન થઈ શકે છે અને ગાડી સ્ટાર્ટ કરવામાં પણ ભારે મુશ્કેલી પડી શકે છે. તેથી જ, આ નવા ફ્યુઅલ માટે ખાસ ઉત્પાદિત 'ફ્લેક્સ-ફ્યુઅલ' વાહનો જ બનાવવામાં આવશે.

Frequently Asked Questions

E85 ફ્યુઅલ શું છે?

E85 ફ્યુઅલ એ એક ખાસ પ્રકારનું ઇંધણ છે જેમાં 85% ઇથેનોલ (આલ્કોહોલ) અને 15% પેટ્રોલ હોય છે.

E85 ફ્યુઅલ ભારતમાં ક્યારે આવશે?

E85 ફ્યુઅલ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે અને થોડા જ વર્ષોમાં આ ટેકનોલોજી વાળી કાર રસ્તાઓ પર જોવા મળશે.

શું જૂની કારમાં E85 ફ્યુઅલ વાપરી શકાય છે?

ના, જૂની કે સામાન્ય કારમાં E85 ફ્યુઅલ વાપરી શકાતું નથી. તેના માટે ખાસ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનની જરૂર પડે છે.

E85 ફ્યુઅલના ઉપયોગથી શું ફાયદો થશે?

આપણા દેશમાં જ ઉત્પાદિત ઇથેનોલના ઉપયોગથી મોંઘા વિદેશી ક્રૂડ ઓઈલ પર નિર્ભરતા ઘટશે અને દેશના પૈસા દેશમાં જ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Share Market Today: શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
Share Market Today:શેરબજાર રેડ નિશાન પર ખુલ્યું, સેંસેક્સમાં 200 પોઇન્ટનો કડાકો, નિફ્ટી પણ ડાઉન
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
પોસ્ટ ઓફિસમાં 5,00,000 ની FD પર 1, 3 અને 5 વર્ષ પછી કેટલું વળતર મળશે? સમજો સંપૂર્ણ ગણતરી
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
રોજના માત્ર ₹50 બચાવીને મેળવો ₹35,00,000! જાણો પોસ્ટ ઓફિસની આ જબરદસ્ત સ્કીમ વિશે
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન
સોનું  ₹1.54 લાખને પાર, ચાંદી ₹3600 ઉછળી, રોકાણકારોએ આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Embed widget