Indian Automobile Industry: 2030 સુધી દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ બની જશે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ, સરકારે આપી જાણકારી
Indian Automobile Industry: એવો અંદાજ છે કે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ 2030 સુધીમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો હશે
Automotive Industry Summit: સરકારે સોમવારે માહિતી આપી હતી કે 2030 સુધીમાં ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચવા તરફ આગળ વધી રહ્યો છે. ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ માટે 25,938 કરોડ રૂપિયાની PLI જેવી વિવિધ યોજનાઓ આ ક્ષેત્રના વિકાસને સમર્થન આપી રહી છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય (MHI) મંગળવારે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ-ઓટો સ્કીમના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે એક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયના મંત્રી મહેન્દ્ર નાથ પાંડે આ બેઠકની અધ્યક્ષતા કરશે. મંત્રાલયે કહ્યું હતું કે "MHI ઓટોમોટિવ ઉદ્યોગના PLI-ઓટો અરજદારોને યોજનાના મહત્વના હિસ્સેદારોમાંના એક માને છે." આ આયોજનમાં આ યોજના દ્વારા ઉપલબ્ધ તકોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ત્રીજો સૌથી મોટો ઓટોમોટિવ ઉદ્યોગ હશે
એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, MHI ઓટોમોટિવ ઉદ્યોગના PLI-ઓટો અરજદારોને મહત્વપૂર્ણ હિતધારકોમાંના એક માને છે. બેઠકમાં જે સ્ટેકહોલ્ડર્સ હાજર રહેશે તેવી ધારણા છે તેમાં પીએલઆઇ-ઓટો એપ્લીકન્ટ, ટેસ્ટિંગ એજન્સીઓ વગેરેનો સમાવેશ થાય છે, જેઓ તેમના જ્ઞાન અને અનુભવને શેર કરશે અને તેમની સામે આવતા પડકારોનું સમાધાન કરશે. આ યોજનાઓની વ્યાપક અસરથી ઓટોમોટિવ ઉદ્યોગનો વિકાસ થશે. એવો અંદાજ છે કે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગ 2030 સુધીમાં વિશ્વમાં ત્રીજો સૌથી મોટો હશે.
ઓટોમોટિવ ઉદ્યોગને ડબલ કરવાનું લક્ષ્યાંક છે
બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે દેશની અંદર એડવાન્સ્ડ ઓટોમોટિવ ટેક્નોલોજી (AAT) પ્રોડક્ટ્સના લોકલાઇઝેશન અને ડેવલપમેન્ટના લક્ષ્યને ઓટોમોટિવ ઉદ્યોગના સમર્થન અને વિકાસ વિના પ્રાપ્ત કરી શકાતું નથી. ભારતમાં ઓટોમોટિવ ઉદ્યોગ એ દેશના અર્થતંત્રના મુખ્ય સ્તંભોમાંનો એક છે. મજબૂત બેકવર્ડ અને ફોરવર્ડ લિન્કેજ સાથે દેશના વિકાસમાં તેનું મહત્વનું યોગદાન છે. રાષ્ટ્રીય જીડીપીમાં આ ઉદ્યોગનું યોગદાન 1992-93માં 2.77 ટકા થી વધીને છેલ્લા નાણાકીય વર્ષમાં લગભગ 7.1 ટકા થયું છે. આ ઉદ્યોગ 19 મિલિયનથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર પ્રદાન કરે છે. ભારતમાં ઓટોમોબાઈલ માર્કેટમાં 2021-22 દરમિયાન ટુ-વ્હીલર અને પેસેન્જર કારનો બજાર હિસ્સો અનુક્રમે 77 ટકા અને 18 ટકા હતો. નાની અને મધ્યમ કદની કારનો હાલમાં બજાર પર દબદબો છે. ભારત વર્ષ 2024 ના અંત સુધીમાં તેના ઓટો ઉદ્યોગનું કદ બમણું કરવાનું લક્ષ્ય રાખે છે