શોધખોળ કરો
Advertisement
આજથી આ ત્રણ ટ્રેનમાં મુસાફરી કરવી થશે મોંઘી, જાણો કેટલું વધ્યું ભાડુ
નવી દિલ્લી: ભારતીય રેલવેએ રાજધાની, શતાબ્દી અને દુરંતો માટે ફ્લેક્સી ફેર સિસ્ટમ લાગૂ કરવાના નિર્ણયનો આજથી અમલ થશે. એવિયેશન સેક્ટરની જેમ જ રેલવે આજથી આ ત્રણ ટ્રેનોની ટિકિટમાં ફેલક્સિ ફેર પ્રાઇસ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જો કે ફસ્ટ ક્લાસ એસી અને એક્ઝિક્યૂટિવ ક્લાસને આ સિસ્ટમમાંથી બાકાત રાખવામાં આવી છે.
આ સિસ્ટમ લાગૂ થવાથી લોકોને બેઝિક ફેરમાં દોઢ ગણો વધારો ભોગવવો પડશે..સરેરાશ 10 ટકા સીટ બુક થયા બાદ દર 10 ટકા સીટના બુકિંગ પર દસ ટકા વધારો લાગૂ થશે. પચાસ ટકા સિટ બુક થયા બાદ બાકીની પચાસ બેઠક પર પચાસ ટકા જેવો વધારો લાગૂ પડશે..જો ટિકિટ કેન્સલ કરવામાં આવશે તો તે સમયે જે ભાવ ચાલતો હશે તે પ્રમાણે જ ટિકિટ ઉપલ્બ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ 9 સપ્ટેમ્બર પહેલા બુકિંગ કરાવ્યું હશે તેમને નિયમ પ્રમાણે નવા દર ચૂકવવા પડશે નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion