શોધખોળ કરો

Indian Railways: કોરોના કાળમાં પેસેન્જર ટ્રેન બંધ, છતાં આ રીતે રેલવેએ કરી તગડી કમાણી

આ પહેલા ભારતીય રેલવેને ભંગારના વેચાણની સૌથી વધુ આવક નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં થઇ હતી. તે સમયે ભંગારના વેચાણ દ્વારા ૪૪૦૯ કરોડ રૂપિયાની આવક થઇ હતી.

નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે પેસેન્જર ટ્રેન બંધ હોવાથી રેલવેની આવકમાં મોટું ગાબડું પડ્યું છે. પરંતુ આ દરમિયાન રેલવેએ બીજા રસ્તેથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. રેલવેએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભંગાર વેચીને અત્યાર સુધીની સૌથી વધુ ૪૫૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલવેની આ તગડી કમાણીનો ખુલાસો આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી જાણકારીમાં થયો છે.

રેલવેને ભંગાર વેચાણની સૌથી વધુ આવક ક્યારે થઈ હતી

આ પહેલા ભારતીય રેલવેને ભંગારના વેચાણની સૌથી વધુ આવક નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં થઇ હતી. તે સમયે ભંગારના વેચાણ દ્વારા ૪૪૦૯ કરોડ રૂપિયાની આવક થઇ હતી. ભારતીય રેલવેમાં જૂના રેલવે ટ્રેક, જૂના કોચ, જૂના લોકોમોટિવ વેચવાથી ભંગારની આવક થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રેલવેની આ એક મહત્ત્વપૂર્ણ આવક છે. 

બે વર્ષમાં થઈ બંપર આવક

આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં રેલવે બોર્ડે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રેલવેને ૪૩૩૩ કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૫૭૫ કરોડ રૂપિયાની આવક થઇ છે. આમ છેલ્લા બે નાણાકીય વર્ષમાં જ રેલવેને ભંગારના વેચાણથી 8908 કરોડ રૂપિયાની આવક થઈ છે. રેલવે ભંગારના વેચાણની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા જઇ રહ્યું છે. રેલવેમાં તમામ હરાજીઓ અને નાણાના વ્યવહારો ઇલેક્ટ્રોનિકલી કરવામાં આવે છે. જેના કારણે ભ્રષ્ટાચાર થવાની ખૂબ જ ઓછી શક્યતાઓ રહલી છે. 

રેલવેમાં તમામ હરાજીઓ ઇ-ઓક્શન દ્વારા જ કરવામાં આવે છે. ભંગારના વેચાણની પ્રક્રિયા પણ અલગ અલગ કેટેગરીમાં કરવામાં આવે છે. રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભંગારના વેચાણનો લક્ષ્યાંક ૪૦૦૦ કરોડ રૃપિયાનો નક્કી કરવામાં આવ્યો હતો. જેની સામે ૪૫૭૫ કરોડ રૃપિયાનું ભંગાર વેચાયુ હતું. 

કોરોના મહામારી છતાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સફળતા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં કોઇ પણ પ્રકારના ભંગારનું વેચાણ શક્ય બન્યું ન હતું.  છેલ્લા કવાર્ટરમાં સૌથી વધુ ભંગારનું વેચાણ થયું હતું. ઝોનલ વાઇસ જોઇએ તો વેસ્ટર્ન રેલવે દ્વારા સૌથી ૪૯૧ કરોડ રૂપિયાનું ભંગાર વેચવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪૧૦૦ કરોડ રૂપિયાના ભંગારના વેચાણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર

Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 

ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Gujarat MPs Assets: 10 વર્ષમાં સાંસદોની સંપત્તિ ડબલ! ગુજરાતના કયા મહિલા નેતા ટોપ પર ? જાણો કોણ કેટલું અમીર
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
Maharashtra:  ભાજપ સાથે ગઠબંધન કરનારા કૉંગ્રેસના તમામ 12 કોર્પોરેટર સસ્પેન્ડ, જાણો શું છે મામલો 
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
ગુજરાત પોલીસમાં ફરી બમ્પર ભરતી! વર્ગ-3માં 950 જગ્યા માટે જાહેરાત, કોણ કરી શકશે અરજી ?
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Maharashtra:  મહારાષ્ટ્રમાં BJPએ તમામને ચોંકાવ્યા! કૉંગ્રેસ બાદ હવે ઓવૈસીની પાર્ટી AIMIM સાથે ગઠબંધન 

લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર! EPF માટે પગાર લિમિટ થશે નક્કી, જાણો લેટેસ્ટ અપડેટ 

Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!

Embed widget