ભારતે 2.07 લાખ અમેરિકનોને આપી રોજગારી, જાણો કેટલી રેવન્યૂ થઈ જનરેટ
ભારતીય ટેક કંપનીઓએ ગયા વર્ષે અમેરિકામાં 103 અબજ ડોલરની રેવન્યૂ જનરેટ કરી છે
નવી દિલ્હીઃ ભારતીય ટેક કંપનીઓએ ગયા વર્ષે અમેરિકામાં 103 અબજ ડોલરની રેવન્યૂ જનરેટ કરી છે અને પ્રત્યક્ષ રીતે 2,07,000 લોકોને રોજગારી આપી છે. 106,360 ડોલરના સરેરાશ સેલેરી સાથે 2017 બાદથી 22 ટકા રોજગારી વૃદ્ધિ જોવા મળી હતી. નાસકોમે બુધવારે જાહેર કરેલા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
નાસોમ અને IHS માર્કિટ (હવે S&P ગ્લોબલનો ભાગ)ના અહેવાલ મુજબ ભારતીય ટેક ઉદ્યોગની સીધી અસરથી યુએસ અર્થતંત્રને અત્યાર સુધીમાં કુલ $396 બિલિયનનું સેલ કરવામાં કરવામાં મદદ મળી છે, જે 16 લાખ નોકરીઓને સપોર્ટ કરે છે. અમેરિકન અર્થતંત્રમાં $198 બિલિયનનું યોગદાન આપે છે જે 2021માં યુએસના 20 રાજ્યોની સંયુક્ત અર્થવ્યવસ્થા કરતાં વધુ છે.
નાસકોમના અધ્યક્ષ દેબજાની ઘોષે જણાવ્યું હતું કે ભારતીય ટેક સેક્ટર ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 75 ટકાથી વધુ સાથે કામ કરે છે, જેમાંથી મોટાભાગની કંપનીનું મુખ્ય મથક યુ.એસ.માં છે અને તેથી તે ડિજિટલ યુગના નિર્ણાયક કૌશલ્ય પડકારોને સમજવા અને તેને પહોંચી વળવા માટે સારી રીતે સજ્જ છે.
ભારતીય ટેક્નોલોજી કંપનીઓએ 1.1 અબજ ડોલરથી વધુનુ યોગદાન આપ્યું છે અને લગભગ 180 યુનિવર્સિટીઓ, કોલેજો અને કોમ્યુનિટી કોલેજો અને અન્ય સાથે ભાગીદારી વિકસીત કરી છે. જેથી અમેરિકામાં એસટીઇએમ પાઇપલાઇનને મજબૂત અને વિવિધતાપૂર્વ બનાવી શકાય. તેણે ફક્ત K-12 પહેલ માટે 3 મિલિયન ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે. આ પ્રયાસોએ યુ.એસ.માં અત્યાર સુધીમાં 2.9 મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અસર કરી છે.
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે તે સિવાય 2,55,000થી વધુ વર્તમાન કર્મચારીઓને આ ક્ષેત્ર દ્ધારા વધુ કુશળ કરવામાં આવ્યા છે. ઉપરાંત અમેરિકામાં ભારતીય ટેક કંપનીઓએ પારંપરિક ટેક હબ રાજ્યોથી બહાર પ્રતિભાને વિસ્તારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં આ રાજ્યોમાં પોતાના રોજગારી દરમાં 82 ટકાનો વધારો નોંધાયો છે. ઘોષે જણાવ્યું હતું કે, "ભારતીય ટેક્નોલોજી ઉદ્યોગ સ્થાનિક રોકાણો, નવીનતા અને શ્રમ દળને પ્રોત્સાહન આપીને અને સ્થાનિક કર્મચારીઓ માટે કૌશલ્ય વિકાસને સક્ષમ કરીને યુએસ અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI