શોધખોળ કરો
Advertisement
આર્થિક ક્ષેત્રે સારા સમાચાર, ચોથા ત્રિમાસિકમાં GDP ગ્રોથ રેટ 7.7 ટકા
નવી દિલ્હી: નાણાકીય વર્ષ 2017-18ની ચોથા ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ચોથા ત્રિમાસિકમાં દેશનો જીડીપી દર 7.7 ટકા નોંધાયો છે. વર્ષના અન્ય ત્રણ ત્રિમાસિક મુકાબલે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટરમાં આ સૌથી સારું સ્તર છે. સાથે ચીનને પછાળ છોડી ભારત દુનિયાની સૌથી ઝડપી વધતી અર્થવ્યવસ્થા બની ગઇ છે.
આ પહેલા વર્ષના પ્રથમ, બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી દર ક્રમશ: 5.6 ટકા, 6.3 ટકા અને 7 ટકા હતો. આ નાણાકીય વર્ષ 2017-18માં દેશની ઇકોનોમીની ગ્રોથ રેટ 6.7 ટકા રહી છે. ગત વર્ષે 7 ટકા હતી.
આ પહેલા ઉદ્યોગ મંડળ ફિક્કીએ ગત નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક દરમિયાન દેશની જીડીપી ગ્રોથ રેટ 7.1 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. ફિક્કીએ નાણાકીય વર્ષ 2017-18માં જીડીપીની વૃદ્ધી દર 6.6 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.
બુધવારે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે ચાલું નાણાકીય વર્ષમાં દેશના જીડીપી ગ્રોથ રેટમાં પોતાના અનુમાનને ઘટાડી 7.3 કરી દીધો હતો. આ પહેલા મૂડીઝે 7.5 ટકા ગ્રોથ રેટનું અનુમાન લગાવ્યું હતું. મૂડીઝે કહ્યું હતું કે ભારતની અર્થવ્યવસ્થામાં ક્રમશ: સુધાર થઇ રહ્યો છે પરંતુ વધતી તેલની કિમંતોના કારણે નાણાકીય સ્થિતની સુધારની ગતિને ધીમી પાડી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement