![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: ECI/ABP News/ABP Majha)
ઈઝરાયલ-હમાસ યુદ્ધ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, જાણો ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું ?
ઓલ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમા બેરલના ભાવ 100 ડૉલર સુધી પહોંચ્યા છે.
![ઈઝરાયલ-હમાસ યુદ્ધ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, જાણો ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું ? israel Hamas war petrol diesel prices will not increase ઈઝરાયલ-હમાસ યુદ્ધ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે, જાણો ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખે શું કહ્યું ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/25/39d5f8dd075826bd065e576e504311171695604253644666_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નહીં થાય વધારો. ઓલ ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે અનુસાર, આંતરરાષ્ટ્રીય માર્કેટમા બેરલના ભાવ 100 ડૉલર સુધી પહોંચ્યા છે. યુદ્ધના કારણે તેલ કંપની પર બોજો વધશે.સરકારના હસ્તક્ષેપના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે.
છેલ્લા 16 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. જો કે યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 10 દિવસમાં સોનાના ભાવમાં બે હજાર બસો રૂપિયાનો વધારો આવ્યો છે. સોનાનો ભાવ હાલમાં 60 હજાર 800 રૂપિયા તો ચાંદીનો ભાવ હાલમાં 72 હજાર 600 રૂપિયા છે. યુદ્ધ યથાવત રહેશે તો હજુ પણ ભાવમાં વધારો થઈ શકે છે.
10 દિવસમાં સોનાના ભાવમાં 2200 રૂપિયાનો વધારો, ચાંદીમાં પણ ચળકાટ
તહેવારોની સીઝન આવી રહી છે ત્યારે સોના ચાંદીના ભાવમાં વધારો થશે. ઇઝરાયલમાં ચાલી રહેલા યુદ્ધની અસર સોના ચાંદી બજારમાં પણ જોવા મળશે. જો કે માત્ર 10 જ દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયો છે. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે જેના કારણે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે. માત્ર 10 દિવસમાં 2200 રૂપિયાનો ધરખમ વધારો આવ્યો છે. હાલ સોનાનો ભાવ 60, 800 જ્યારે ચાંદીનો ભાવ 72,600 રૂપિયા છે.
જો આવનારા સમયની વાત કરીએ તો જિયો પોલિટિકલ ટેન્શન યથાવત રહે અથવા તો આવીને આવી પરિસ્થિતિ રહે તથા અન્ય કોઈ દેશ પણ યુદ્ધમાં સાથે જોડાય તો સોના અને ચાંદીમાં ચોક્કસથી તેજી આવી શકે છે. એક તરફ જિયો પોલિટિકલ ટેન્શન તો બીજી તરફ અમેરિકા અને યુરોપ જેવા દેશોની આર્થિક સ્થિતિની સમીક્ષા એટલે એમ કહી શકાય કે જો આવનારા સમયમાં યુએસએના વ્યાજ દરમાં વધારો થાય તો ભાવ નીચે આવે તેવી આશંકાઓ સેવાઇ પણ રહી છે.
સોનાની ખરીદીનો શ્રેષ્ઠ સમય?
હાલ જે અશાંતિનો માહોલ છે આમને આમ રહેશે તો સોનાના ભાવ ચોક્કસથી વધશે એટલે હાલની પરિસ્થિતિ એ જો 61,000 થી 61,500 ની વચ્ચે સોનાના ભાવ કોર્ટ થાય તો ખરીદીનો શ્રેષ્ઠ સમય છે જ્યારે ચાંદીમાં પણ 72,000થી 73,000 ખરીદીનો શ્રેષ્ઠ સમય છે. પરંતુ આવીને આવી સ્થિતિ રહેશે તો આવનારા સમયમાં સોના-ચાંદીની માંગ વધશે. હાલ તો અનુમાન એવું લગાવાઇ રહ્યું છે કે 61,000 થી 62000 ની વચ્ચે દિવાળીના સમયમાં સોનાના ભાવ થઈ શકે છે, જ્યારે ચાંદીમાં પણ 72,000 થી 75,000ની વચ્ચે ચાંદીના ભાવ થઈ શકે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)