શોધખોળ કરો
Advertisement
ITCના ચેરમેન વાય સી દેવેશ્વરનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
યોગેશ ચંદ્ર દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી, 1947ના રોજ લાહોરમાં થયો હતો. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં 1968માં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. આ વર્ષે જ તેઓ આઈટીસીમાં તેઓ ટ્રેની તરીકે જોડાયા હતા. 1972માં કંપની હેડ ઓફિસના સલાહકાર બનાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ ITCના ચેરમેન વાઇસી દેવેશ્વરનું લાંબી બીમારી બાદ આજે સવારે નિધન થયું હતું. 72 વર્ષીય યોગેશ ચંદ્ર દેવેશ્વર (વાય સી દેવેશ્વર) આઈટીસીમાં છેલ્લા બે દાયકાથી ચેરમેન હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ તેમના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમના પરિવારમાં પુત્ર અને પત્ની છે.
આઈટીસી પહેલા મોટાભાગે તમાકુના કારોબારમાં હતી પરંતુ બાદમાં કૃષિ, એફએમસીજી અને હોસ્પિટાલિટી જેવા સેક્ટર્સમાં પણ આવી અને અલગ ઓળખ બનાવી. જેનો શ્રેય વાય સી દેવેશ્વરને જાય છે. દેશના અર્થતંત્રમાં યોગદાન આપવા માટે ભારત સરકારે 2011માં તેમને પદ્મ ભૂષણથી સન્માન્યા હતા.Shri YC Deveshwar made a strong contribution to Indian industry. His efforts helped ITC become a professionally-run Indian company with a global footprint. Saddened by his demise. My thoughts are with his family, friends and the ITC group in this hour of grief.
— Chowkidar Narendra Modi (@narendramodi) May 11, 2019
Saddened at the passing away of Y C Deveshwar Ji. He was a giant in the corporate world. I have many memories of him as a distinguished captain of industry. Condolences to his family, his colleagues and his admirers
— Mamata Banerjee (@MamataOfficial) May 11, 2019
યોગેશ ચંદ્ર દેવેશ્વરનો જન્મ 4 ફેબ્રુઆરી, 1947ના રોજ લાહોરમાં થયો હતો. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં 1968માં બી.ટેકની ડિગ્રી મેળવી હતી. આ વર્ષે જ તેઓ આઈટીસીમાં તેઓ ટ્રેની તરીકે જોડાયા હતા. 1972માં કંપની હેડ ઓફિસના સલાહકાર બનાવવામાં આવ્યા હતા.
1984માં તેમણે આઈટીસીમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યા અને 1996માં તેઓ સીઈઓ અને આઈટીસી ફૂડ્સ લિમિટેડના ચેરમેન બન્યા. જુલાઈ 2011ની AGMમાં તેમને 5 વર્ષ માટે ચેરમેન બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, 2017માં તેમણે આ પદ છોડી દીધું હતું.
દેવેશ્વર ખેડૂતો સુધી પહોંચવા અને સસ્તામાં પ્રોડક્ટ બનાવવા માટે ઇ-ચોપાલ શરૂ કરી. જેના કારણે પ્રોડક્ટ બનાવવા કાચો માલ સરળતાથી મળવા લાગ્યો. આ મોડલને બાદમાં હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં કેસ સ્ટડી તરીકે સામેલ કરાયો હતો. વાય સી દેવેશ્વરના કાર્યકાળ દરમિયાન આઇટીસીની આવક 5200 કરોડથી વધીને 51,500 કરોડ રૂપિયા થઈ છે. આ દરમિયાન કંપનીના નફામાં 33 ગણો વધારો થયો અને નફો 452 કરોડ રૂપિયાથી વધીને 14,958 કરોડ રૂપિયા થયો હતો. હરભજન સિંહે IPLમાં બનાવ્યો મોટો રેકોર્ડ, બન્યો ત્રીજો ભારતીય બોલર, જાણો વિગત પ્રિયંકા ગાંધી વારાણસીમાં ક્યારે કરશે રોડ શો, જાણો વિગત જાણીતા ગુજરાતી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત રાજકોટઃ ગેરરીતિના અહેવાલો પછી GSFCના ખાતરનો ડેપો બે દિવસથી બંધ, ખેડૂતોને ભારે હાલાકી, જુઓ વીડિયોCorporate czar Yogi Deveshwar passes away at 72
Read @ANI Story | https://t.co/jzxK873kDi pic.twitter.com/da41r1sKEv — ANI Digital (@ani_digital) May 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion