ITR Filing 2024: આવતા મહિને ડાઉનલોડ કરી શકશો ફોર્મ-16, જાણી લો સરળ પ્રોસેસ
Income Tax Return Filing 2024: નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ વર્ષ 2024-25 (AY 2024-25) માટે ITR ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ એવા ઘણા નોકરીયાત લોકો છે જેઓ ફોર્મ 16 ન મળવાને કારમે ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરી શક્યા.
Income Tax Return Filing 2024: નાણાકીય વર્ષ 2023-24 અને અસેસમેન્ટ વર્ષ 2024-25 (AY 2024-25) માટે ITR ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ એવા ઘણા નોકરીયાત લોકો છે જેઓ ફોર્મ 16 ન મળવાને કારમે ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરી શક્યા. ફોર્મ 16 માં પગારદાર વર્ગની વ્યક્તિની આવક અને ખર્ચની સંપૂર્ણ વિગતો શામેલ છે. આવી સ્થિતિમાં, તમને કેટલો પગાર મળ્યો અને કેટલો ટેક્સ કાપવામાં આવ્યો તેની માહિતી ફોર્મ 16માંથી સરળતાથી મેળવી શકાય છે. આ સિવાય ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16A અને ફોર્મ 27D પણ જરૂરી છે.
ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16, 16A અને 27D જરૂરી છે
મોટેભાગે, એમ્પ્લોયર કંપનીઓ તેમના કર્મચારીઓ માટે 16મી મે અથવા 15મી જૂનના અંત સુધીમાં ફોર્મ જારી કરે છે. જો તમારી પાસે ફોર્મ 16 નથી, તો તમે ફોર્મ 16A અને 27D દ્વારા પણ ITR ફાઇલ કરી શકો છો. આ ફોર્મ સરળતાથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાય છે.
ફોર્મ 16 માં હોય છે સંપૂર્ણ માહિતી
પગારદાર વર્ગની વ્યક્તિની સંપૂર્ણ માહિતી ફોર્મ 16 માં નોંધવામાં આવે છે. દર વર્ષના અંતે, એમ્પ્લોયર માટે તેના કર્મચારીઓને ફોર્મ 16 જારી કરવું જરૂરી છે. તે સામાન્ય રીતે મે અને જૂનના અંત સુધીમાં કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે. આ ફોર્મમાં, કંપની દ્વારા કાપવામાં આવેલ ટીડીએસ વગેરે જેવી માહિતી દાખલ કરવામાં આવી છે. આ ફોર્મ કરદાતાઓની ટેક્સ માહિતી પણ દર્શાવે છે.
આ ફોર્મ કેવી રીતે ડાઉનલોડ કરવું?
1. ફોર્મ 16ને 15 જુન પછી TRACES વેબસાઇટ એટલે કે TDS સમાધાન વિશ્લેષણ અને સુધાર સક્ષમ સિસ્ટમ(TDS Reconciliation Analysis and Correction Enabling System) પરથી ડાઉનલોડ કરી શકાય છે.
2. આ માટે, Traces ની સત્તાવાર વેબસાઇટ www.tdscpc.gov.in/en/home.html પર ક્લિક કરો.
3. આગળ, લોગિન વિભાગ પર ક્લિક કરો અને ડ્રોપડાઉન મેનૂમાં ટેક્સપેયર વિકલ્પ પસંદ કરો.
4. આગ યૂઝર ID, પાસવર્ડ અને PAN નંબર દાખલ કરીને લોગિન કરો. આગળ ટેક્સ ક્રેડિટ અથવા વેરિફિકેશનના સેક્શન પર ક્લિક કરો.
5. આગળ TDS ફોર્મ માટે 16/16A/27Dમાંથી કોઈપણ એક પસંદ કરો.
6. આગળ, એક પેજ ખુલશે જેમાં કંપની તરફથી TAN નંબર, નાણાકીય વર્ષ, ક્વાર્ટર વગેરે માટેની વિનંતી દાખલ કરવાની રહેશે.
7. આગળ તમે કોઈપણ એક ફોર્મ 16/16A/27D ડાઉનલોડ કરી શકો છો.