Twitter બોર્ડના સભ્યપદેથી Jack Dorseyએ આપ્યું રાજીનામું, ગયા વર્ષે છોડ્યુ હતું CEO પદ
ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હજુ પણ ટ્વિટરના સીઈઓ છે. પરંતુ મસ્ક સાથેના તેના મતભેદોના રિપોર્ટ આવતા રહે છે.
ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. આ ટેન્શન ટ્વિટર પરના ફેક અથવા સ્પામ એકાઉન્ટને લઈને છે. ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સી હવે માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના બોર્ડ મેમ્બર પણ રહેશે નહી.
બોર્ડ મેમ્બરમાંથી Jack Dorseyને હટાવવાનો અર્થ એ છે કે હવે તે સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપની ટ્વિટરથી સંપૂર્ણપણે બહાર થઇ ગયા છે. ગયા વર્ષે Jack Dorseyએ ટ્વિટર સીઈઓના પદેથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઇઓ બનાવવામાં આવ્યા હતા.
ટ્વિટરના સીઈઓનું પદ છોડ્યા પછી કંપનીએ જેક વિશે કહ્યું હતું કે તે કાર્યકાળના અંત સુધી બોર્ડના સભ્ય તરીકે રહેશે. ગઈ કાલે તેમનો કાર્યકાળ પૂરો થયો. ત્યારબાદ બોર્ડની એન્યુઅલ શેરહોલ્ડર મીટિંગ દરમિયાન Jack Dorseyએ ફરીથી ઇલેક્શનમાં ભાગ લીધો નહોતો.
બ્લૂમબર્ગે આ અંગે માહિતી આપી છે. ટ્વિટર સીઈઓનું પદ છોડતી વખતે જેકે કહ્યું કે તેણે કંપની છોડવાનો નિર્ણય લીધો કારણ કે તે માને છે કે કંપની હવે તેના સ્થાપક સભ્યોથી આગળ વધવા માટે તૈયાર છે. તેમને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ પર પૂરો વિશ્વાસ છે. હવે નેતૃત્વ કરવાનો સમય છે. ભારતીય મૂળના પરાગ અગ્રવાલ હજુ પણ ટ્વિટરના સીઈઓ છે. પરંતુ મસ્ક સાથેના તેના મતભેદોના રિપોર્ટ આવતા રહે છે.
મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદવાના કરાર કર્યા છે. બાદથી કંપનીમાં ઘણા ફેરફારો કરવાની તૈયારી ચાલી રહી છે. જો કે, જેક ડોર્સીએ કહ્યું છે કે તેઓ ફરી ટ્વિટરના સીઈઓ નહીં બને. તે હાલમાં ફાયનાન્સિયલ પેમેન્ટ પ્લેટફોર્મ ચલાવી રહ્યા છે.
Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત