શોધખોળ કરો
Advertisement
જેટ એરવેઝ નહીં ભરે ઉડાન, બેંકોએ ઋણ આપવાનો ઇન્કાર કરતાં તમામ ફ્લાઇટો કરાઇ સસ્પેન્ડ
દેવામાં ડૂબેલી વિમાન કંપની જેટ એરવેઝને બેંકોએ વચગાળાનું 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાનો ઇન્કાર કરી દીધો છે. તાત્કાલિક અસરથી આજથી જ જેટ અરવેઝની તમામ ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ફ્લાઇટ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે જેટ એરવેઝ રન વે પરથી ઉડાન ભરતું જોવા નહીં મળે.
નવી દિલ્હીઃ દેવામાં ડૂબેલી વિમાન કંપની જેટ એરવેઝને બેંકોએ વચગાળાનું 400 કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાનો ઇન્કાર કરી દીધો છે. જે બાદ કંપનીની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. તાત્કાલિક અસરથી આજથી જ જેટ અરવેઝની તમામ ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ફ્લાઇટ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જેના કારણે હવે જેટ એરવેઝ રન વે પરથી ઉડાન ભરતું જોવા નહીં મળે.
એરલાઇન્સને બંધ થતી બચાવવા માટે જેટ એરવેઝે મંગળવારે ઋણદાતા પાસેથી 400 કરોડ રૂપિયાની સહાય માંગી હતી. વર્તમાન નિયમ પ્રમાણે કોઇ પણ એરલાઇન્સે લાયસન્સ ચાલુ રાખવા ઓછામાં ઓછા 5 વિમાનો ચાલુ રાખવા જરૂરી છે, હાલ કંપનીની પાંચ ફ્લાઇટ કાર્યરત હતી. પરંતુ તે પણ હવે બંધ થઇ જતાં લાયસન્સ ચાલુ રહેવા પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. 25 વર્ષ જૂની એરલાઇન્સ કંપની જેટ એરવેઝ પર 8000 કરોડ રૂપિયાથી વધારે દેવું છે. જેટ એરવેઝને આર્થિક સંકટથી ઉગારવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે ચાલુ સપ્તાહે ઇમરજન્સી બેઠક પણ બોલાવી હતી. કોંગ્રેસે ગરીબોના હક છીનવ્યા, મધ્યમવર્ગની અવગણના કરીઃ સુરેન્દ્રનગરમાં PM મોદીનું સંબોધન શિલ્પા શેટ્ટીએ પુત્રને ખોળામાં બેસાડી કર્યું જિમમાં વર્ક આઉટ, વીડિયો થયો વાયરલ ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે....All jet airways flight, domestic and international, cancelled with immediate effect. The last flight will operate today. pic.twitter.com/RKavcKioSw
— ANI (@ANI) April 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement