શોધખોળ કરો

Changes From July 1: ટ્રેનનું ભાડુ વધશે, ATMમાંથી રૂપિયા ઉપાડવા પર લાગશે ચાર્જ, એક જૂલાઇથી બદલાશે આ નિયમો

Changes From July 1: આવનારો મહિનો તેની સાથે કેટલાક ફેરફારો પણ લાવી રહ્યો છે

Changes From July 1: નવો મહિનો એટલે કે જૂલાઈ ચાર દિવસ પછી શરૂ થશે. આવનારો મહિનો તેની સાથે કેટલાક ફેરફારો પણ લાવી રહ્યો છે. 1 જૂલાઈ, 2025થી કેટલાક એવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આવી સ્થિતિમાં તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 1 જૂલાઈથી કયા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આવતા મહિનાથી રેલ્વે ટિકિટ મોંઘી થશે, તો તત્કાલ ટિકિટ બુકિંગના નિયમો પણ બદલાશે. આ ઉપરાંત, PAN બનાવવાની પ્રક્રિયા બદલાશે અને કેટલીક બેન્કો ATM અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નવા નિયમો પણ લાગુ કરશે.

1 જૂલાઈથી રેલવે ટિકિટના ભાવમાં વધારો થશે. હવે AC અને Non-AC બંને ટિકિટના ભાવમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. નોન-AC ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસા અને AC ક્લાસના ભાડામાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વેઇટિંગ ટિકિટની સંખ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક ક્લાસમાં કુલ બેઠકોની સંખ્યાના 25 ટકાથી વધુ વેઇટિંગ ટિકિટ જાહેર કરવામાં આવશે નહીં.

તત્કાલ ટિકિટ માટેના નિયમો બદલાશે

1, જૂલાઇથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત બનશે. 15 જૂલાઈથી ટિકિટ બુક કરતી વખતે આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર મળેલો OTP દાખલ કરવો જરૂરી રહેશે. જો OTP નહીં હોય તો ટિકિટ બુક થશે નહીં. એજન્ટો હવે તત્કાલ બુકિંગ શરૂ થાય તે પહેલાં 30 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં.

પાન કાર્ડ બનાવવા માટે આધાર જરૂરી

1 જૂલાઈથી પાન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત બનશે. આ સાથે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.

ક્રેડિટ કાર્ડ માટે નવા નિયમો

1 જૂલાઇથી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમો પણ બદલાશે. થર્ડ પાર્ટી એપ દ્વારા HDFC ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવા માટે લોકોએ 1 ટકા ચાર્જ ચૂકવવો પડશે. યુટિલિટી બિલ ચુકવણી પર પણ ચાર્જ વસૂલવામાં આવશે. જો યુઝર્સ ડ્રીમ11, રમી કલ્ચર, MPL અને જંગલી ગેમ્સ જેવા પ્લેટફોર્મ પર દર મહિને 10,000 રૂપિયાથી વધુ માટે આ કાર્ડનો ઉપયોગ કરે છે તો 1 ટકાનો ટેક્સ લાગુ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ PayTM, Mobikwik, Freecharge અથવા Ola Money જેવા ડિજિટલ વોલેટ પર દર મહિને 10,000 રૂપિયાથી વધુ અપલોડ કરે છે તો તે વધારાની રકમ પર 1 ટકાનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે.

ATM માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે

1, જૂલાઇથી ICICI બેન્કના ATM સંબંધિત નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. હવે ગ્રાહકો માટે આ બેન્કના ATM નો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે છે. નવા નિયમો અનુસાર, મર્યાદા કરતા વધુ રોકડ ઉપાડવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. ATM માં 5 મફત વ્યવહારો ઉપલબ્ધ રહેશે. મેટ્રો શહેરોમાં આ મર્યાદા 3 ટ્રાન્જેક્શન હશે. જો તમે ફક્ત બેલેન્સ તપાસો છો અથવા બિન-નાણાકીય કાર્ય કરો છો તો તેના પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 8.5 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

ટોપ સ્ટોરી

ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
ખાતામાં અચાનક પૈસા આવ્યા? પરત કરતાં પહેલાં સાવધાન, SBI એ આપી મોટી ચેતવણી
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
Gold Silver Price: સોનું-ચાંદી ખરીદનારાઓને લાગશે ઝટકો? સરકારે ટેક્સમાં મળતી છૂટ કરી બંધ
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget