LIC Share Price: LICના શેરધારકોના પ્રથમ દિવસે જ 47 હજાર કરોડ ધોવાઈ ગયા, જાણો હવે શું કરશો
LIC Share Price: આજના દિવસે શેરબજારમાં લિસ્ટેડ એલઆઇસીના શેરે પ્રથમ દિવસે જ રોકાણકારોને નિરાશ કર્યા હતા. એલઆઈસીનો શેર તેના ઇશ્યૂ પ્રાઇસ રૂ.949થી 7.77 ટકાના ઘટાડા સાથે રૂ.875.25 પર બંધ રહ્યો હતો.
LIC Share Price: ભારતીય શેરબજારના બંને સૂચકાંકો સેન્સેક્સ, નિફ્ટી 15 ફેબ્રુઆરી, 2022 પછી એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ વધારા સાથે બંધ થયા છે. આજના દિવસે શેરબજારમાં લિસ્ટેડ એલઆઇસીના શેરે પ્રથમ દિવસે જ રોકાણકારોને નિરાશ કર્યા હતા. એલઆઈસીનો શેર તેના ઇશ્યૂ પ્રાઇસ રૂ.949થી 7.77 ટકાના ઘટાડા સાથે રૂ.875.25 પર બંધ રહ્યો હતો.
લિસ્ટિંગના પ્રથમ દિવસે 47,000 કરોડ રૂપિયાનું નુકસાન
સ્ટોકના લિસ્ટિંગના પહેલા દિવસે એલઆઈસી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. આઈપીઓની કિંમતની વાત કરીએ તો એલઆઈસીનું માર્કેટ કેપિટલાઈઝેશન 6,00,242 કરોડ રૂપિયાની નજીક હતું. પરંતુ મંગળવારે શેરના પ્રથમ દિવસના બંધ થયા બાદ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 5,53,595 કરોડ રૂપિયા પર આવી ગયું છે. એટલે કે રોકાણકારોને પહેલા દિવસે 47,000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આ પહેલા સવારે એલઆઈસીનો શેર બીએસઈ પર 867 રૂપિયા પર લિસ્ટ થયો હતો, જે ઈશ્યૂ પ્રાઈસથી 8.62 ટકા નીચે છે.
LICના ચેરમેને રોકાણકારોને શું આશ્વાસન આપ્યું
એલઆઈસીના શેરનું નિરાશાજનક લિસ્ટિંગ બાદ એલઆઈસીના ચેરમેન એમઆર કુમારે રોકાણકારોને આશ્વાસન આપ્યું હતું કે, તેમને લાંબાગાળે રોકાણ પર સારું વળતર મળશે. તેઓ 1956થી સતત સરકારને ડિવિડન્ડ આપી રહ્યા છે. તેથી રોકાણકારોએ ગભરાવાની જરૂર નથી.
એલઆઈસી પાંચમી સૌથી મોટી કંપની
નિરાશાજનક લિસ્ટિંગ છતાં એલઆઇસી એચયુએલને પાછળ છોડીને દેશની પાંચમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઇ છે. સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ બાદ એલઆઇસીની માર્કેટ કેપિટલાઇઝેશન 5.53 લાખ કરોડ રૂપિયાની નજીક છે. શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની છે. એલઆઈસીની આગળ ઇન્ફોસિસ છે જેની માર્કેટ કેપ ૬.૩૦ લાખ કરોડ રૂપિયા છે અને તે ચોથી સૌથી મોટી કંપની છે.
આ પણ વાંચોઃ
Coronavirus: સ્નિફર ડોગ એરપોર્ટ પર કોવિડના દર્દીઓ શોધશે, રિસર્ચમાં કરવામાં આવ્યો દાવો
Fact Check: 12,500 રૂપિયાની ચુકવણી પર આપી રહી છે 4 કરોડ 62 લાખ ? જાણો શું છે હકીકત
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ