શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હવે દેશમાં વેચાશે ફક્ત હોલમાર્કવાળા સોનાના ઘરેણા, 2021થી બદલાશે નિયમ
વાસ્તવમાં ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, 15 જાન્યુઆરી 2021થી સોનાના ઘરેણાની હોલમાર્કિંગ ફરજિયાત થશે.
નવી દિલ્હીઃ ગોલ્ડની ખરીદીમાં અનેકવાર લોકો છેતરપિંડીનો ભોગ બનતા રહે છે. વાસ્તવમાં લોકો ઓળખી શકતા નથી કે ગોલ્ડ અસલી છે કે નકલી. જોકે, હવે કેન્દ્રની મોદી સરકારે એવો નિયમ બનાવવા જઇ રહી છે કે જેના બાદ ગોલ્ડની ખરીદી સરળ થઇ જશે. વાસ્તવમાં ગ્રાહક મામલાના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, 15 જાન્યુઆરી 2021થી સોનાના ઘરેણાની હોલમાર્કિંગ ફરજિયાત થશે. જેનો અર્થ એ છે કે ગોલ્ડના તમામ ઘરેણા પર હોલમાર્ક જરૂરી હશે. એવામાં તમે જ્યારે પણ ઘરેણાની ખરીદી કરશો તો હોલમાર્ક જોવા મળશે.
પાસવાને કહ્યું કે, મંત્રાલય 15 જાન્યુઆરી 2020ના રોજ નોટિફિકેશન જાહેર કરશે પરંતુ આ નિર્ણયને લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે જેથી જ્વેલર્સ સ્ટોક ક્લિયર કરી શકે. હાલના સમયમાં દેશભરમાં લગભગ 800 હોલમાર્કિંગ કેન્દ્ર છે પરંતુ 40 ટકા ઘરેણાની હોલમાર્કિંગ કરવામાં આવે છે. હોલમાર્ક ગોલ્ડનું શુદ્ધતાનું પ્રમાણ છે અને વર્તમાનમાં આ સ્વૈચ્છિત રીતે લાગુ છે. બીઆઇએસ દ્ધારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલેરી પર બીઆઇએસનું નિશાન હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion